સુરતમાં ફરી એક યુવકે 4 બાળકીઓ સાથે વિકૃત હરકત કરી છે જેના કારણે લોકોએ જાહેરમાં યુવકને મેથીપાક ચખાડ્યો હતો. મળતી માહિતી અનુસાર,અઠવાલાઈનના ગોપીપુરામાં ઘર આંગણે રમતી 4 બાળકીઓ સાથે વિકૃત હરકત કરતા લોકો જોઈ ગયા અને આરોપી ઉવેશ શેખને લોકોએ મેથીપાક ચખાડ્યો હતો,નરધમની હરકત જોઈ બાળકીઓએ બુમાબુમ કરી હતી. તો અઠવા લાઈન પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.
આ પણ વાંચો :- પંચમહાલમાં એસટી બસ-ડમ્પર વચ્ચે અકસ્માત, 19 મુસાફરો ઈજાગ્રસ્ત થયાં
ગોપીપુરામાં બાળકીઓ રમતી હતી તે દરમિયાન અચાનક વિકૃત અચાનક ત્યાં આવી પહોંચ્યો હતો. અને બાળકીઓ સાથે ખરાબ હરકત કરવા લાગ્યો હતો. તેને જોઈને અન્ય લોકો દોડી આવ્યા હતા અને બાળકીઓ ભોગ બને તે પહેલા તેને પકડીને પોલીસને સોંપી દીધો હતો.
આ પણ વાંચો :- અમરેલીમાં શિક્ષણ જગતને કલંકિત કરતો વધુ એક કિસ્સો, નરાધમ શિક્ષકે 2 વિદ્યાર્થિની સાથે આચર્યુ દુષ્કર્મ
આરોપીએ બાળકીઓ સામે પોતાના બધા જ કપડાં ઉતારી નાખ્યા હતા. અને નિર્વસ્ત્ર થઈ બિભત્સ હરકતો શરૂ કરી દીધી હતી. તે માત્ર અશ્લીલ ઇશારા જ નહીં પરંતુ બાળકીઓ તરફ આગળ વધી શારીરિક અડપલા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ દૃશ્ય જોઇ બાળકીઓ ગભરાઈ ગઈ અને તરત જ એપાર્ટમેન્ટના દાદર તરફ દોડી ગઈ હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ કરી છે. આરોપી માનસિક હોવાની વાત પ્રાથમિક રીતે સામે આવી છે.
Follow us On Social Media
🔔 YouTube : [ https://www.youtube.com/@BIndiaDigital ]
📸 Instagram : [ https://www.instagram.com/bindiadigital/ ]
🌐 Website : [ https://bindia.co/ ]
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I







