સુરતના હજીરા ખાતે ડમ્પર અને બસ વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. બંને વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે, બંને વાહન પલ્ટી મારી ગયા હતા. ANMS કંપનીની બસમાં 50 જેટલા કર્મચારીઓ હતા. જેમાંથી 1 વ્યક્તિનું મોત નીપજ્યું હતું જ્યારે 30જેટલા લોકો ઘાયલ થયા છે.
હજીરા વિસ્તારમાં સવારે આર્સેલર મિત્તલ કંપનીની બસ કર્મચારીઓને લઈ જઈ રહી હતી. તે દરમ્યાન ડમ્પર અને આર્સેલર મિત્તલ કંપનીની બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થતા તેને તાત્કાલીક સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. જ્યારે 30 થી વધુ લોકોને ઈજાઓ થવા પામી હતી. બસમાં 50 થી વધુ લોકો સવાર હતા.
મળતી માહિતી મુજબ, પુરઝડપે આવતા ડમ્પરે બસને એટલી જોરદાર ટક્કર મારી કે ટક્કર થતાંની સાથે જ બસમાંથી 3 વ્યક્તિ બહાર ફંગોળાઇ ગયા. અકસ્માતના પગલે રસ્તા પર લોકોમાં અફરાતફરીનો માહોલ ઉભો થયો હતો. બસમાં AMNS કંપનીમાં કામ કરતા 50 જેટલા કામદારો હતા. જેમાંથી 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે 30 જેટલા કામદારો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે 108 અને ખાનગી એમ્બ્યુલન્સની મદદથી સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.






