રાજ્યમાં બેવડી ઋતુનો માર,રાજકોટમાં ઝાડા-ઉલટી અને તાવના 1,937 કેસ નોંધાયા

B INDIA રાજકોટ : રાજ્યમાં બેવડી ઋતુનાં કારણે રોગચાળો વકર્યો છે. ત્યારે રાજકોટમાં પણ રોગચાળો વકરતા હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. રાજકોટમાં મચ્છરજન્ય ,પાણીજન્ય અને વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં ધરખમ વધારો થયો છે. એક સપ્તાહમાં માત્ર મનપાના આરોગ્ય કેન્દ્રોમાં મચ્છરજન્ય રોગચાળાને પગલે હોસ્પિટલમાં દર્દીઓ વધ્યા છે. ડેન્ગ્યુ અને ચિકનગુનિયા કેસમાં પણ વધારો નોંધાયો છે.

એક સપ્તાહમાં ઝાડા-ઉલટી, તાવના 1937 કેસ નોંધાયા છે. સપ્તાહમાં તાવના અધધ 829 કેસ નોંધ્યા છે. રાજકોટમાં દિવસેને દિવસે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં ધરખમ વધારો થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. દર્દીને જોઈ, તપાસી તબીબ તાત્કાલીક સારવાર માટે ખસેડે છે.

છેલ્લા થોડાં સમયથી રાજ્યભરમાં બેવડી ઋતુની અસર જોવા મળી રહી છે. જેમાં વિવિધ સ્થાનો પર રોગચાળાનું પ્રમાણ વધ્યું છે. જેના કારણે કોર્પોરેશન દ્વારા ફોગીગ કામગીરી શરૂ કરી દીધી છે. તેમજ વિવિધ કેસોની સામે મનપા દ્વારા પણ તહેવાર પહેલાં વિવિધ કામગીરીઓ હાથ ધરવામાં આવી છે.

Related Posts

વડોદરા BCA ચૂંટણીમાં કાયદાકીય પેચ: કિરણ મોરે સહિતના દિગ્ગજો મુશ્કેલીમાં, હાઈકોર્ટે આપ્યો આદેશ

બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) ની આગામી ચૂંટણીઓના વિવાદે હવે કાયદાકીય વળાંક લીધો છે. વડોદરાના એક અરજદારે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરતા ન્યાયાધીશે આ મામલે મહત્વનો વચગાળાનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ…

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું અમદાવાદ ઈસરો ખાતે યુવા વૈજ્ઞાનિકોને સંબોધન, સ્પેસ ટેકનોલોજી અને કૃષિ સંશોધન પર ભાર

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં અમદાવાદ ઈસરો – સ્પેસ એપ્લિકેશન સેન્ટર દ્વારા આયોજિત ડીપટેક ઈન્ડસ્ટ્રી કનેક્ટ 2026 કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાયન્સ કોમ્યુનિટીને સંબોધન કરતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે ભારતના વૈજ્ઞાનિકો આધુનિક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *