રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો જન્મદિવસ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાઠવી શુભેચ્છાઓ

ગુજરાતનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો આજે જન્મદિવસ છે. ત્યારે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજભવન પધારીને રાજ્યપાલને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. રાજપાલના જન્મદિવસ નિમિત્તે રાજભવન પરિવાર દ્વારા રાજભવનમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે રક્તદાન કેમ્પની પણ મુલાકાત લીધી હતી.

આજે સવારે આઠ વાગ્યાથી રક્તદાન કેમ્પનો પ્રારંભ થયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પ્રત્યે સ્નેહ અને સન્માન ભાવ પ્રગટ કરતાં માનવતાની સેવા માટે અનેક લોકો ઉત્સાહપૂર્વક રક્તદાન કરી રહ્યા છે. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ રાજભવન પધારીને રાજ્યપાલને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર પણ રાજભવન પધાર્યા હતા અને તેમણે રાજ્યપાલશ્રીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.જન્મદિવસની સવારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ લેડી ગવર્નર દર્શનાદેવી અને પરિવારજનો સાથે રાજભવન પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં હવન કર્યો હતો.

Related Posts

ચૈત્ર નવરાત્રી 2026: આજ નવરાત્રીનો બીજો દિવસ, કરો માતા બ્રહ્મચારિણીની ઉપાસના, જાણો પૂજન વિધિ

ચૈત્ર નવરાત્રી નવ દિવસોનું પવિત્ર હિંદુ તહેવાર છે, જેમાં મા દુર્ગાના અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દરેક દિવસ દેવીના એક વિશેષ સ્વરૂપને સમર્પિત હોય છે. નવરાત્રી 2026 ના બીજા…

નવવર્ષ 2083: ઘર-પરિવારમાં ખુશહાલી લાવવાના સરળ ઉપાય, જાણો શું કરવું શુભ

આજે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આજથી હિંદુ નવવર્ષની શરૂઆત થઈ ગઈ છે. આ વિક్రమ સંવત 2083 છે, જે 07 એપ્રિલ 2027 સુધી ચાલશે. આજ મહારાષ્ટ્રમાં ગુડી પડવા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *