મહાકુંભમાં પ્રયાગરાજ ગયેલા તમામ ગુજરાતીઓની શું છે પરિસ્થિતિ

B INDIA ગાંધીનગર : ગુજરાત એસટી નિગમની વોલ્વો બસ આજે સવારે પાંચ વાગે ત્યાં પહોંચી છે. ત્યારે તમામ યાત્રિકો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે અને વધારે પડતી ભીડને જોતા GSRTCના અધિકારીઓ ત્યાંની પરિસ્થિતિ જોઈને વ્યવસ્થા કરશે. નોંધનીય છે કે, મહાકુંભમાં ભાગદોડ બાદ પણ ગુજરાતથી પ્રયાગરાજ જતી બસ સેવા રાબેતા મુજબ જ ચાલશે. ગુજરાતનાં યાત્રિકોની વિગતો મેળવવા માટે રાહત કમિશ્નર દ્વારા યુપીનાં વહીવટી તંત્ર સાથે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ તેઓએ જણાવ્યું હતું કે, સ્થિતિ સામાન્ય થયા બાદ વિગતો સામે આવશે.  તેમજ વોલ્વો બસમાં ગયેલા યાત્રિકો સુરક્ષિત હોવાની વિગતો મળી રહી છે. તેમજ ખાનગી પ્રવાસ અને અન્ય રીતે ગયેલા પ્રવાસીઓની વિગતો મેળવવા પ્રયાસ શરૂ કર્યા છે.

તેમજ કુંભમાં થયેલી નાસભાગમાં ગુજરાતનાં યાત્રિકો સુરક્ષિત હોવાના સમાચાર મળી રહ્યા છે.મહાકુંભમાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી છે તેવામાં GSRTCના અધિકારીઓ ત્યાંની પરિસ્થિતિ જોઈ ને વ્યવસ્થા કરશે. વધુ ભીડ જણાશે ત્યારે GSRTC બસના યાત્રીઓને હોલ્ટ કરાશે. તેવી પણ વિગત મળી છે કે, હાલ ગુજરાતથી જતી GSRTCની બસના રૂટ યથાવત રહેશે. યાત્રિકો સાથે ગયેલા એસટીના અધિકારીઓ સાથે સરકારના અધિકારીઓ સતત સંપર્કમાં છે. રાજ્યના રાહત કમિશર પણ ઉત્તરપ્રદેશની પરિસ્થતિને લઈને અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે. મહત્વનું છે કે, બે દિવસ અગાઉ એક એસટી વોલ્વો બસ 47 યાત્રિકો સાથે મહાકુંભ જવા રવાના થઈ હતી અને આજે સવારે આ બસ ત્યાં પહોંચી છે.

મુસાફરોને કોઈ અગવડ ન પડે તે માટે રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે મહાકુંભ જવાના રસ્તા પર ટ્રાફિક જામ છે તે સ્થિતિને જોતા યાત્રિકોની સુરક્ષાને લઇ જે નિર્ણય લેવાના થશે તે લેવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે.અમદાવાદથી પ્રયાગરાજ મહાકુંભની ટિકીટની બુંકિગ 26 ફેબ્રુઆરી સુધી 95 ટકા થઈ ચૂકી છે. નોંધનિય છે કે, શહેરીજનો બસ મારફતે પ્રયાગરાજ મહાકુંભમાં જઇ શકશે. દરરોજ એક બસ સવારે 7 વાગ્યે રાણીપ બસ સ્ટેન્ડથી ઉપડશે. વિગતો મુજબ એક બસમાં 47 મુસાફરની કેપેસિટી છે. મહત્વનું છે કે, પેકેજમાં મુસાફરી અને રોકાણનો ચાર્જ રહેશે અને અન્ય ચાર્જ મુસાફરોએ ખર્ચ કરવો પડશે.

Related Posts

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધશે: પવનની દિશા બદલાતા તાપમાનમાં 2–3 ડિગ્રીનો ઉછાળો

ગુજરાતમાં આજથી ગરમીનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ પવનની દિશામાં બદલાવને કારણે રાજ્યમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો વધારો નોંધાશે. રાજ્યના વિવિધ શહેરોમાં તાપમાન…

પેટ્રોલ-ડીઝલ અછતની અફવા: વેરાવળ અને આસપાસના પંપો પર લાંબી લાઈનો, લોકોમાં ભયનું માહોલ

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સહિતના વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલની અછતની ખોટી અફવાઓ ફેલાતા લોકોમાં ભારે ગભરાટ જોવા મળ્યો. સાંજ પડતાની સાથે જ શહેર અને હાઇવે પરના પેટ્રોલ પંપો પર વાહનચાલકોની…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *