નેતન્યાહૂએ ડોનાલ્ડ ટ્રમ્પને ભેટ કર્યુ ગોલ્ડન પેજર, હિઝબુલ્લાહના ઘા થયા તાજા

ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વ્હાઇટ હાઉસ ખાતે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા. આ સમય દરમિયાન તેમણે ટ્રમ્પને ખૂબ જ ખાસ ભેટ આપી. વ્હાઇટ હાઉસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા બાદ, ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ તેમને ‘ગોલ્ડન પેજર’ ભેટમાં આપ્યું. ઇઝરાયલી વડા પ્રધાન કાર્યાલયે પણ પુષ્ટિ આપી હતી કે નેતન્યાહૂએ ડોનાલ્ડ ટ્રમ્પને સોનાનું પેજર ભેટ તરીકે આપ્યું છે.વાસ્તવમાં, આ ભેટ લેબનોનમાં હિઝબુલ્લાહ સામે ઇઝરાયલના ઓપરેશનનું પ્રતીક છે, જેમાં પેજર બ્લાસ્ટ દ્વારા ઘણા હિઝબુલ્લાહ આતંકવાદીઓ માર્યા ગયા હતા.

-> લેબનોનમાં પેજર બ્લાસ્ટ કેવી રીતે થયા? :- ગયા વર્ષે સપ્ટેમ્બરમાં લેબનોન અને સીરિયા વચ્ચેના સરહદી વિસ્તારોમાં અનેક પેજર વિસ્ફોટ થયા હતા. લેબનીઝ રાજધાની બેરૂત અને દક્ષિણ લેબનોનના ઘણા વિસ્તારોમાં, ખાસ કરીને પૂર્વીય બેકા ખીણમાં એક પછી એક શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા. આ પછી, લેબનોનમાં વોકી-ટોકી ઉપરાંત, સોલાર પેનલ અને હેન્ડહેલ્ડ રેડિયોમાં પણ વિસ્ફોટ થયા. એટલું જ નહીં, બેરૂત સહિત લેબનોનના ઘણા મોટા શહેરોમાં ઘરોના સોલાર સિસ્ટમ અને સોલાર પેનલમાં ઘણા વિસ્ફોટ થયા હતા.હિઝબુલ્લાહ દ્વારા સંદેશાવ્યવહાર માટે ઉપયોગમાં લેવાતા પેજર્સને નિશાન બનાવતા આ હુમલાઓમાં 3,000 થી વધુ લોકો ઘાયલ થયા હતા અને લગભગ 40 આતંકવાદીઓ માર્યા ગયા હતા. ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પુષ્ટિ આપી હતી કે તેમણે સપ્ટેમ્બરમાં લેબનોન સ્થિત આતંકવાદી જૂથ હિઝબુલ્લાહના ગુપ્તચર સ્થળો પર પેજર હુમલાને મંજૂરી આપી હતી.

-> હિઝબુલ્લાહના લડવૈયાઓ ફક્ત પેજરનો ઉપયોગ કેમ કરતા હતા? :- હમાસ પર ઇઝરાયલના હુમલા પછી હિઝબુલ્લાહના ટોચના કમાન્ડરોએ તેમના લડવૈયાઓને એકબીજા સાથે વાત કરવા માટે મોબાઇલ કે ઇન્ટરનેટને બદલે પેજરનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો હતો. પેજરનું સ્થાન ટ્રેક કરી શકાતું નથી.

Related Posts

સંત રામપાલના સર્મથકો દ્વારા 100થી વધુ ફોન કોલ્સ દ્વારા B INDIAને ધમકી

B INDIA 100થી વધુ ફોનકોલથી માંગ, ધાર્મિક પુસ્તક અંગેના અહેવાલ સામે સંરક્ષકોમાં રોષ B INDIA ગુરુજી ભગવાનજીના અનુયાયીઓનો દાવો—તથ્યોની ચકાસણી કર્યા વિના સમાચાર પ્રસારિત થયા; વીડિયો ડિલીટ કરી માફી માગવાની માંગ, નહીં તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ધાર્મિક પુસ્તકો અને સનાતન ધર્મના પ્રચાર-પ્રસારને લઈને સોશિયલ મીડિયા તથા ન્યૂઝ ચેનલ પર પ્રસારિત થયેલા એક અહેવાલ બાદ વિવાદ વધુ ઉગ્ર બન્યો હોવાનો દાવો સામે આવ્યો છે. ગુરુજી ભગવાનજીના અનુયાયીઓ તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે કે ધાર્મિક પુસ્તકો દ્વારા કરવામાં આવી રહેલા પ્રચાર-પ્રસાર અંગે કોઈપણ પ્રકારની પૂરતી હકીકત, આધારભૂત પુરાવા અથવા સંબંધિત પક્ષનો જવાબ મેળવ્યા વિના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ અહેવાલને લઈને અનુયાયીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અનુયાયીઓ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે…

WCEF 2026 In Gandhinagar: કચરામાંથી કરોડોની કમાણી.. Innovative Waste-to-Wealth..

Gandhinagarમાં ‘વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ-2026’નો ભવ્ય પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અને કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં WCEF-2026નું ઉદ્ઘાટન; 66 દેશોના 2,000થી વધુ પ્રતિનિધિઓ બન્યા સહભાગી Gandhinagar, 15 સપ્ટેમ્બર : પર્યાવરણ સંરક્ષણ સાથે આર્થિક વિકાસને જોડીને ટકાઉ ભવિષ્યના નિર્માણ માટે વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ ગણાતા ‘વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ (WCEF)-2026’નો Gandhinagarના મહાત્મા મંદિર ખાતે ભવ્ય પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અને કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવની વિશેષ ઉપસ્થિતિમાં ફોરમની 10મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. દક્ષિણ એશિયામાં પ્રથમવાર યોજાઈ રહેલા આ વૈશ્વિક ફોરમમાં અંદાજે 66 દેશોના 2,000થી વધુ હિસ્સેદારો, વૈજ્ઞાનિકો, નિષ્ણાતો અને ઉદ્યોગસાહસિકો ભાગ લઈ રહ્યા છે. ચાર દિવસ સુધી ચાલનારા આ ફોરમમાં સર્ક્યુલર ઇકોનોમી, વેસ્ટ મેનેજમેન્ટ, રિસાયક્લિંગ, સંસાધનોના કાર્યક્ષમ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *