નર્સિંગની પરીક્ષાને લઈને વિવાદ સર્જાયો છે.જેને લઇ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તે રીતે નિર્ણય કરવામાં આવશે. આ ઘટનાનો 2 થી 3 દિવસમાં નિર્ણય કરવામાં આવશે. મળતી માહિતી મુજબ એબીસીડીની પેટર્ન કોન્સ્પિરસી સર્જાઈ છે. જેમાં વિદ્યાર્થીઓના માર્ક ચકાસી રહ્યા છે. ત્યારે તમામાં પાસાઓ પર તપાસ બાદ આખરી નિર્ણય થશે.
-> સમગ્ર વિવાદ શું છે? :- પરીક્ષાના 4 પેપર સીટની આન્સર કીમાં ક્રમબદ્ધ ABCD ના જ જવાબ હતા. ઉલ્લેખનિય છે કે સ્ટાફ નર્સની 1903 જગ્યા માટે રવિવારે પરીક્ષા લેવાઈ હતી. જેમાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીને પરીક્ષાની જવાબદારી સોંપાઈ હતી. પરીક્ષામાં ભરતી માટે આરોગ્ય કમિશનરે GTU ને પરીક્ષાનું જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારે પરીક્ષા બાદ આન્સર-કી જાહેર થતાં ભરતીમાં કૌભાંડની આશંકા સામે આવી છે.
-> GTUના રજીસ્ટ્રારનો ખુલાસો :- સ્ટાફ નર્સની ભરતી પરીક્ષામાં કૌભાંડ થયાની આશંકા સામે આવી છે. જેમં આન્સર-કીમાં તમામ પ્રશ્નોના જવાબો ક્રમબદ્ધ ABCDમાં હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે તમામ આન્સર કીમાં ક્રમબદ્ધ ABCD જવાબથી ભરતી પરીક્ષા શંકાના દાયરામાં આવી છે ત્યારે સમગ્ર ઘટનાને લઇ GTU ના રજીસ્ટ્રાર ડૉ. કે.એન.ખેરનો મોટો ખુલાસો સામે આવ્યો હતો. જેમાં પેપર સેટ કરનાર સિકવન્સ સેટ કરવાનું ભૂલી ગયા હોવાનો GTUના રજીસ્ટ્રારે ખુલાસો કર્યો હતો.






