દ્વારકામાં તંત્રનું મેગા ડિમોલેશન, 525 જેટલા ગેરકાયદેસર દબાણો કરાયા દૂર

B india દ્વારકા : દ્વારકામાં તંત્ર દ્વારા છેલ્લા કેટલાય દિવસોથી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. આઠ દિવસથી તંત્ર દ્વારા અલગ-અલગ જગ્યાએ ગેરકાયદેસર બાંધકામને લઈ દબાણો દૂર કરવામાં આવ્યા છે. જેમાં 8 દિવસમાં 525 ગેરકાયદે બાંધકામ દૂર કરાયા છે અને 73.50 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાઇ છે.

-> 8 દિવસમાં 525 ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયા :- દ્વારકા,બેટ દ્વારકા, ઓખામાં 8 દિવસ ચાલેલા મેગા ડીમોલેશમાં કુલ 525 બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે. અને રૂ.73.50 કરોડની કિંમતની 1,27,917 સ્કે.મીટર સરકારી જમીન ખુલ્લી કરાઇ છે. 8 દિવસ સુધી ચાલેલા મેગા ડીમોલેશનમાં 1 હજાર પોલીસ કર્મચારી એસ.આર.પી જવાનોની ટીમ ખડેપગે રહી હતી. હજુ પણ બેટ દ્વારકામાં ગેરકાયદેસર બાંધકામને નોટિસ આપવામાં આવી છે. દેશમાં ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં આ પ્રકારના ગેરકાયદેસર દબાણો પર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે.પીરોટન ટાપુ પર અંદાજે 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા ધાર્મિક સ્થળોનું અતિક્રમણ દૂર કરવામાં આવ્યું છે. પીરોટન ટાપુને પુનઃ મૂળ સ્થિતિમાં લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહી દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિના રક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.પીરોટન ટાપુના આ દબાણો રાષ્ટ્રીય સુરક્ષા, સમુદ્રી જીવસૃષ્ટિ અને આસપાસના વિસ્તારમાં આવેલા મહત્વના ઉદ્યોગો માટે ખતરારૂપ સાબિત થઈ રહ્યા હતા.

Related Posts

ગુજરાતના મત્સ્યઉદ્યોગમાં સૌરાષ્ટ્ર–કચ્છનો 80% સુધીનો ફાળો, જાણો શું કહે છે આ આંકડા

ગાંધીનગર, 5 ડિસેમ્બર 2025: માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ ના વિઝનને અનુરૂપ, ગુજરાત રાજ્ય મત્સ્યઉદ્યોગ ક્ષેત્રમાં નોંધનીય વૃદ્ધિ હાંસલ કરીને ભારતના વાદળી અર્થતંત્રને મજબૂત બનાવવામાં અગ્રણી ભૂમિકા ભજવી…

કમોસમી વરસાદમાં થયેલા પાક નુકશાન સામે જાણો અત્યાર સુધીમાં રાજ્યના કેટલા ખેડૂતોને મળી સહાય, આંકડા આવ્યા સામે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદે રાજ્યના અનેક ખેડૂતોની આશાઓ ઉપર પાણી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *