દિલ્હીમાં 4.0ની તીવ્રતાવાળા ભૂકંપના ઝટકા, ભયના માર્યા લોકો ઘરોની બહાર નીકળી ગયા, વડાપ્રધાને કરી લોકોને અપીલ

આજે સવારે ૫.૩૬ વાગ્યે દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ કેન્દ્ર અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 હતી. શરૂઆતની માહિતી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ધૌલા કુઆન નજીક લેક પાર્ક નજીક હતું. ભૂકંપ એટલા જોરદાર હતા કે ઇમારતો ધ્રુજવા લાગી અને લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા. ઝાડ પર બેઠેલા પક્ષીઓ પણ મોટા અવાજો સાથે અહીં-ત્યાં ઉડવા લાગ્યા. તેનું કેન્દ્ર નવી દિલ્હીમાં જમીનથી પાંચ કિલોમીટર નીચે હતું. તે ૨૮.૫૯ ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને ૭૭.૧૬ ડિગ્રી પૂર્વ રેખાંશ પર હતું. ઓછી ઊંડાઈ અને કેન્દ્ર દિલ્હીમાં હોવાથી, તેની અસર દિલ્હી-એનસીઆરમાં વધુ અનુભવાઈ.

-> યુપી અને હરિયાણાના ઘણા વિસ્તારોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા :- દિલ્હી-એનસીઆરની સાથે, ઉત્તર પ્રદેશના મુરાદાબાદ, સહારનપુર, અલવર, મથુરા અને આગ્રામાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા. હરિયાણાના કુરુક્ષેત્ર, હિસાર, કૈથલમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે, અત્યાર સુધી આનાથી કોઈ પણ પ્રકારના નુકસાનના સમાચાર આવ્યા નથી.

-> દિલ્હી પોલીસે હેલ્પલાઇન નંબર જારી કર્યો :- દરમિયાન, ભૂકંપના જોરદાર આંચકા બાદ દિલ્હી પોલીસે એક ઇમરજન્સી હેલ્પલાઇન નંબર જારી કર્યો છે. દિલ્હી પોલીસે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કહ્યું, “આશા છે કે તમે બધા સુરક્ષિત હશો. કોઈપણ કટોકટી સહાય માટે 112 ડાયલ કરીને અમારો સંપર્ક કરો.

-> અરવિંદ કેજરીવાલે સુરક્ષાની કામના કરી :- ભૂકંપ અંગે, દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે ટ્વિટર પર પોસ્ટ કરીને કહ્યું, “હું બધાની સલામતી માટે પ્રાર્થના કરું છું.” AAP નેતા આતિશીએ પણ પોસ્ટ કરી, “દિલ્હીમાં હમણાં જ એક જોરદાર ભૂકંપ આવ્યો છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે બધા સુરક્ષિત રહે.” વડાપ્રધાન મોદીએ આ મામલે ટવીટ કરતા કહ્યું કે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે.. હું દરેકને શાંત રહેવા અને સાવધાન રહેવા અપીલ કરુ છું, તંત્ર દ્વારા દરેક સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

Related Posts

આજનું Rashifal – 16 સપ્ટેમ્બર 2026: જાણો 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ, શુભ રંગ અને શુભ અંક….

16 સપ્ટેમ્બર 2026, બુધવારનો દિવસ જ્યોતિષીય દૃષ્ટિએ તમામ 12 રાશિના જાતકો માટે અલગ-અલગ સંકેતો લઈને આવ્યો છે. કોઈ રાશિના જાતકોને કરિયર અને વ્યવસાયમાં નવી તક મળી શકે છે, તો કોઈએ આજે ખર્ચ અને મહત્વપૂર્ણ નિર્ણયોમાં સાવધાની રાખવાની જરૂર છે. પરિવાર, સંબંધો, સ્વાસ્થ્ય અને નાણાકીય બાબતોને લઈને પણ આજનો દિવસ વિવિધ પ્રકારના અનુભવ આપી શકે છે. આજનું Rashifal સામાન્ય જ્યોતિષીય માર્ગદર્શન છે. વ્યક્તિગત જન્મકુંડળી પ્રમાણે પરિણામોમાં ફેરફાર થઈ શકે છે. ચાલો જાણીએ મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓ માટે આજનું ભવિષ્યફળ, શુભ રંગ અને શુભ અંક. મેષ રાશિ આજે મેષ રાશિના જાતકો માટે દિવસ ઉત્સાહથી ભરેલો રહી શકે છે. કામકાજમાં નવી જવાબદારી મળી શકે છે અને લાંબા સમયથી અટકેલું કામ આગળ વધી શકે છે. વેપારીઓ માટે નવા…

સંત રામપાલના સર્મથકો દ્વારા 100થી વધુ ફોન કોલ્સ દ્વારા B INDIAને ધમકી

B INDIA 100થી વધુ ફોનકોલથી માંગ, ધાર્મિક પુસ્તક અંગેના અહેવાલ સામે સંરક્ષકોમાં રોષ B INDIA ગુરુજી ભગવાનજીના અનુયાયીઓનો દાવો—તથ્યોની ચકાસણી કર્યા વિના સમાચાર પ્રસારિત થયા; વીડિયો ડિલીટ કરી માફી માગવાની માંગ, નહીં તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ધાર્મિક પુસ્તકો અને સનાતન ધર્મના પ્રચાર-પ્રસારને લઈને સોશિયલ મીડિયા તથા ન્યૂઝ ચેનલ પર પ્રસારિત થયેલા એક અહેવાલ બાદ વિવાદ વધુ ઉગ્ર બન્યો હોવાનો દાવો સામે આવ્યો છે. ગુરુજી ભગવાનજીના અનુયાયીઓ તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે કે ધાર્મિક પુસ્તકો દ્વારા કરવામાં આવી રહેલા પ્રચાર-પ્રસાર અંગે કોઈપણ પ્રકારની પૂરતી હકીકત, આધારભૂત પુરાવા અથવા સંબંધિત પક્ષનો જવાબ મેળવ્યા વિના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ અહેવાલને લઈને અનુયાયીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અનુયાયીઓ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *