ગુજરાતવાસીઓને કુંભમેળામાં જવું સરળ બન્યું, CM અને હર્ષ સંઘવીએ વોલ્વો બસનું કરાવ્યું પ્રસ્થાન

B INDIA ગાંધીનગર : કુંભમેળાને લઈને આજે CM અને હર્ષ સંઘવીએ સ્પેશિયલ વોલ્વો બસનું પ્રસ્થાન કરાવ્યું છે. આજથી આ સેવા શરુ કરવામાં આવી છે. CM ભૂપેન્દ્ર પટેલે શ્રીફળ વધેરી બસની કરી પૂજા કરી છે. GSRTC દ્વારા પ્રયાગરાજ સુધીની વોલ્વો બસનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રયાગરાજ મહાકુંભ માટે ગુજરાત સરકારની વોલ્વો બસ સેવા શરુ | chitralekha

-> બસને લીલીઝંડી અપાઈ :- ગાંધીનગર સર્કીટ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ યાત્રાને પ્રસ્થાન કરાવ્યુ છે. આ બસ દરરોજ સવારે ૭ વાગ્યે અમદાવાદના રાણીપ એસ.ટી ડેપો ખાતેથી પ્રયાગરાજ જવા નિકળશે. આ પેકેજમાં તમામ ૩ રાત્રિ માટે રોકાણ અને બસ મુસાફરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રયાગરાજ ખાતે રાત્રિ રોકાણ ગુજરાત પેવેલિયનની ડોરમેટરી ખાતે કરવામાં આવ્યું છે.

પ્રયાગરાજ મહાકુંભ માટે ગુજરાત સરકારની વોલ્વો બસ સેવા શરુ | chitralekha

-> ઓનલાઈન બુંકિગ :- રાજ્ય સરકાર દ્વારા રૂ.8100માં કુંભમેળાની યાત્રા, ત્રણ દિવસ રાત્રિ અને 4 દિવસનું પેકેજ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં બુકિંગ GSRTCની વેબસાઇટ પરથી કરાવી શકાશે. સાથે સાથે AC વોલ્વો બસમાં ડોરમેટ્રીમાં રહેવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. તો એક બસમાં 47 શ્રદ્ધાળુ મુસાફરી કરી શકશે. પ્રયાગરાજ પેકેજનું ઓનલાઇન બુકિંગ તા: ૨૫/૦૧/૨૦૨૫ થી એસ.ટી નિગમની વેબસાઇટ www.gsrtc.in મારફતે કરી શકાય છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યની જનતાને પવિત્ર મહાકુંભનો લાભ લેવા નમ્ર પ્રયાસ કર્યો છે.

Related Posts

મોરબી જિલ્લામાં શોક: કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકથી નિધન

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા રાત્રી દરમિયાન હાર્ટ એટેકના કારણે નિધન પામ્યા. હાલ તેમના પાર્થિવ દેહને મોરબી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયું છે, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે.…

ગુજરાતમાં ભર ઉનાળે હવામાનમાં ફેરફાર: રાજ્યમાં 5 એપ્રિલ સુધી વરસાદી માહોલની આગાહી

ગુજરાતમાં ગરમી વચ્ચે અચાનક હવામાન બદલાઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 5 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો રહેવાની શક્યતા છે, જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *