ખેડૂતો માટે માઠા સમાચાર, IFFCO એ ખાતરના ભાવ તોતિંગ વધારો ઝીંક્યો

સરકારે ખેડૂતોનાં માથા પર મોટો બોજો ઝીંક્યો છે. ઈક્ફોના ખાતરમાં એકઝાટકે તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. એનપીકે ખાતરની 50 કિલોની એક ગુણ પર ઈફ્કો દ્વારા સીધો 250 રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. આમ, 2025 ની શરૂઆતથી જ ખેડૂતો પર મોંઘવારીનો માર ઝીંકાયો છે.

-> ઈફ્કોએ કર્યો ભાવ વધારો :- ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, આ ભાવ વધારો ખેડૂતો માટે આત્મઘાતી નિવડશે. ખાતરની જરુર છે ત્યારે જ સરકારે ખેડૂતોને મોટો ઝટકો આપ્યો છે, આ ભાવ વધારાથી ખેડૂતો દેવાદાર બની જશે. અત્યાર સુધી ખેડુતોને એનપીકેની 50 કિલોની એક ગુણ 1470 રૂપિયામં મળી રહેતી હતી. તેને બદલે હવે તેઓને 250 રૂપિયા વધારે ચૂકવવા પડશે. ત્યારે 50 કિલોની બોરીનો ભાવ 1720 રૂપિયા કરી દેવાયો છે.

-> ખેડૂતોમાં આક્રોશ :- રાજ્યના ખેડૂતોને ઇફ્કોએ મોટો ઝટકો આપ્યો છે. ઇફ્કોએ રાસાયણિક ખાતરમાં પ્રતિ 50 કિલોની બેગમાં 250 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે. NPK 102626ના ભાવમાં રૂપિયા 250 તો NPK 123216ના ભાવમાં રૂપિયા 250નો વધારો કરવામાં આવ્યો છે. રાસાયણિક ખાતરમાં ભાવ વધારો થતા ખેડૂતોના ખેત ઉત્પાદનના ખર્ચમાં પણ વધારો થશે. ખેડૂતો માટે આ ભાવ વધારો કમરતોડ છે. ખેડૂતોની આવકમાં મોટો ઘટાડો થશે, ખાતર પરનો ભાવ વધારો ખેડૂતોને પોસાય તેમ નથી.

Related Posts

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય, આગામી 24 કલાક માટે કમોસમી વરસાદની આગાહી

રાજ્યના હવામાનમાં ફરી એકવાર પલટો આવ્યો છે. ઉત્તર પાકિસ્તાનથી દક્ષિણ મધ્ય પ્રદેશ સુધી સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે.…

ગુજરાતમાં મહેસૂલ વિભાગમાં મોટા પાયે પ્રમોશન: તલાટી વર્ગ 3 અને કારકૂન કર્મચારીઓની એકસાથે બઢતી

ગુજરાતના મહેસૂલ વિભાગમાં વહિવટી સ્તરે મોટા પાયે ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે અંદાજે 800 કર્મચારીઓને એકસાથે પ્રમોશન આપ્યું છે. આ સાથે, 80 નાયબ મામલતદારોને વિવિધ જિલ્લાઓમાં બદલીના ઓર્ડર પણ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *