ખેડામાં ફિલ્મી ઢબે લૂંટ, લૂંટારુંઓ 1 કરોડ રૂપિયા લઈને ફરાર

B INDIA ખેડા : ખેડામાં લૂંટારુઓ બેફામ બન્યા છે. વડાલા પાટીયા પાસે 1 કરોડ રૂપિયાની લૂંટ થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. કારમાં આવેલા શખ્સો દ્વારા હાઈવે પર લૂંટ ચલાવવામાં આવી હતી. જ્યારે વેપારીને કરોડ રૂપિયાની રકમ લૂંટીને લૂંટારુંઓ ફરાર થઈ જતાં પોલીસે તપાસમાં હાથ ધરી છે.ખેડાના વડાલા પાટીયા પાસે લૂંટારુંઓ દ્વારા લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો. ધોળા દિવસે હાઈવે પર કારમાં આવેલા શખ્સો દ્વારા ફિલ્મી ઢબે લૂંટ ચલાવવામાં આવી હતી.

અને એક કરોડ રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતા.પ્રથામિક માહિતી પ્રમાણે, આ ઘટનામાં મોટી રકમની લૂંટ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. અનાજના વેપારી પાસેથી લગભગ 1 કરોડ રૂપિયા જેટલી રકમ લૂંટી ગુનેગારો ફરાર થઈ ગયા છે. અનાજ કરિયાણાના વેપારી નડીયાદ એક્સિસ બેંકમાંથી રૂપિયા ઉપાડીને રીક્ષામાં અમદાવાદ જઈ રહ્યા હતા તે દરમિયાન લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.

Related Posts

પેટ્રોલ-ડીઝલ અછતની અફવા: વેરાવળ અને આસપાસના પંપો પર લાંબી લાઈનો, લોકોમાં ભયનું માહોલ

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સહિતના વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલની અછતની ખોટી અફવાઓ ફેલાતા લોકોમાં ભારે ગભરાટ જોવા મળ્યો. સાંજ પડતાની સાથે જ શહેર અને હાઇવે પરના પેટ્રોલ પંપો પર વાહનચાલકોની…

ગુજરાત સરકારની અપીલ: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ પૂરતું ઉપલબ્ધ, અફવાઓથી દૂર રહેવા વિનંતી

ગુજરાતના અમુક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની અછત હોવાની ફેલાયેલી અફવાઓ વચ્ચે આજે રાજ્ય સરકાર, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અને પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા સંયુક્ત નિવેદન આપીને રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *