કચ્છના લખપતમાં પાકિસ્તાની ઘૂષણખોર ઝડપાયો, બીએસએફ પેટ્રોલિંગ દરમિયાન પકડી પાડ્યો

B india કચ્છ :- કચ્છના લખપતમાં પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપી પાડ્યો છે. ઘૂસણખોર ભારતીય સરહદમાં 100 મીટર અંદર ઘૂસી આવ્યો હતો. પિલર નંબર 1139 પાસેથી પકડાયેલા ઘૂસણખોરની પ્રાથમિક તપાસ કરવામાં આવી છે. વધુ તપાસ માટે તેને પોલીસને સોંપવામાં આવશે. આ ઘટનાથી સરહદ સુરક્ષાને લઈને ચિંતા વધી છે.

-> ભારતીય સીમામાં 100 મીટર અંદર ઘુસી ગયો :- કચ્છમાં લખપત સરહદ પાસેથી એક ઘુષણખોર ઝડપાઈ ચુક્યો છે. બીએસએફ પેટ્રોલિંગ દરમિયાન એક પાકિસ્તાનીને ઝડપી લીધો છે. પિલર નંબર 1139 નજીકથી તેને પકડી પાડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ નથી જણાઈ રહ્યું. વધુ તપાસ માટે પોલીસને તેને સુપરત કરાશે.

પાકિસ્તાની ઘૂસણખોર ભારતીય સીમામાં 100 મીટર અંદર ઘુસી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં હાલ તો કશું જ શંકાસ્પદ નથી લાગ્યું. પરંતુ તે અહીં કયા ઈરાદે આવ્યો હતો? શા માટે ઘુષણખોરી કરી રહ્યો હતો અને તેની સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલું છે? આ તમામ સવાલો એવા છે કે જેની તપાસ થવી જરૂરી છે. ઘણા લાંબા સમય બાદ સરહદ પરથી પાકિસ્તાની ઘુષણખોરો પકડાયો છે. સામાન્ય રીતે દરિયાઈ વિસ્તાર છે ત્યાં ઘુષણખોરો પકડાતા હોય છે. કેમ કે મોટાભાગના વિસ્તારોમાં ફેન્સીંગ છે તેનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.

Related Posts

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય, આગામી 24 કલાક માટે કમોસમી વરસાદની આગાહી

રાજ્યના હવામાનમાં ફરી એકવાર પલટો આવ્યો છે. ઉત્તર પાકિસ્તાનથી દક્ષિણ મધ્ય પ્રદેશ સુધી સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે.…

ગુજરાતમાં મહેસૂલ વિભાગમાં મોટા પાયે પ્રમોશન: તલાટી વર્ગ 3 અને કારકૂન કર્મચારીઓની એકસાથે બઢતી

ગુજરાતના મહેસૂલ વિભાગમાં વહિવટી સ્તરે મોટા પાયે ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે અંદાજે 800 કર્મચારીઓને એકસાથે પ્રમોશન આપ્યું છે. આ સાથે, 80 નાયબ મામલતદારોને વિવિધ જિલ્લાઓમાં બદલીના ઓર્ડર પણ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *