આવતીકાલે વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવશે. વડાપ્રધાન મોદીના પ્રવાસને લઇ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડપ્રધાન મોદી જામનગરમાં રાત્રિ રોકાણ કરશે. ત્યારબાદ જામનગરમાં રિલાયન્સના વનતારાની મુલાકાત લેશે. અને 2 માર્ચના રોજ સાસણગીરની મુલાકાત લેશે. ત્યારબાદ વાઈલ્ડ લાઈફ ડેની ઉજવણીમાં ભાગ લેશે. અને સાસણ ગીરમાં નેશનલ કોન્ફરન્સમાં હાજર રહેશે.
-> વડાપ્રધાન 3 માર્ચના રોજ જશે સોમનાથ :- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવનારા માર્ચ મહિનાના આરંભમાં બે વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 2 માર્ચના રોજ સાસણમાં સિંહ દર્શન અને રાત્રી રોકાણનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પહેલી વખત ગીરની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારબાદ 3 માર્ચના રોજ તેઓ સોમનાથ મંદિરે જશે.
આ પણ વાંચો : શ્રદ્ધાળુઓની સેવા કરવામાં નિષ્ફળ ગયો હોઉં તો હું માફી માંગુ છું, કુંભના સમાપન બાદ બોલ્યા વડાપ્રધાન મોદી
-> વડાપ્રધાન 7 માર્ચે સુરતનાં પ્રવાસે :- વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી 7 અને 8 માર્ચે ગુજરાતના પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ 7 માર્ચે સુરતના લીંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપશે અને આ દરમિયાન વડાપ્રધાન વૃદ્ધ વ્યક્તિઓને કીટ વિતરણ પણ કરશે. ત્યારે બીજા દિવસે એટલે કે 8 માર્ચે નવસારીમાં એક કાર્યક્રમમાં વડાપ્રધાન હાજરી આપશે. મહિલા દિવસના કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી હાજર રહેશે.
Follow us On Social Media
🔔 YouTube: [ https://www.youtube.com/@BIndiaDigital ]
📸 Instagram: [ https://www.instagram.com/bindiadigital/ ]
🌐 Website: [ https://bindia.co/ ]
TWITTER: https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I







