આજે અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે વન-ડે મેચ, ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ

B INDIA અમદાવાદ : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમાવા જઈ રહી છે. લાંબા સમય બાદ અમદાવાદમાં વન ડે ઈન્ટરનેશનલ મેચ યોજાશે. ગુજરાત બહારથી પણ લોકો મેચ જોવા માટે આવી રહ્યાં છે. મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.

-> ત્રીજી વન-ડે મેચ આજે અમદાવાદમાં :- ભારત VS ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ શરૂ થઇ ચુકી છે. પહેલી મેચ 6 ફેબ્રુઆરીએ નાગપુરમાં રમાઈ હતી. બીજી વન-ડે મેચ 9 ફેબ્રુઆરીએ કટકમાં યોજાઈ હતી હવે ત્રીજી વન-ડે મેચ આજે અમદાવાદમાં યોજાવાની છે. આ મેચને લઇને દર્શકોમાં ભારે ઉત્સુક્તા છે. સ્ટેડિયમમાંથી વિશ્વની બે મજબૂત ટીમો વચ્ચેની મેચ જોવી એ એક અલગ જ અનુભવ છે.

-> બુક માય શો પરથી પણ મળી શકશે ટિકિટ :- આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વન-ડે મેચ રમાવવાની છે. મેચની ટિકિટોનું વેચાણ 9 ફેબ્રુઆરી રવિવારથી શરૂઆત થઈ ગયું હતુ. સ્ટેડિયમ ખાતેથી પણ લોકો રૂ.1500થી લઈને 12,500 સુધીની ટિકિટ ખરીદી રહ્યા છે. મેચની ફિઝિકલ ટિકિટનું વેચાણ શરૂ થઇ ગયુ છે.ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA)ની ​​જાહેરાત પ્રમાણે, ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડની ત્રીજી વનડે મેચ માટે ઓનલાઇન ટિકિટ બુકિંગ 4 ફેબ્રુઆરી, મંગળવારના રોજ બપોરે 12 વાગ્યે BookMyShow એપ અથવા વેબસાઇટ પર શરૂ થઈ ગયુ હતુ. ગુજરાત ક્રિકેટ એસોસિએશન મુજબ, મેચની ટિકિટ ઓનલાઈન ખરીદનારા ફેન્સના સરનામે ટિકિટ પહોંચાડવામાં આવશે.

Related Posts

દીવ-મુંબઈ વચ્ચે ઈન્ડિગો ફ્લાઇટનો ભવ્ય પ્રારંભ, પ્રથમ ઉડાનમાં 59 મુસાફરો રવાના

કેન્દ્રશાસિત પ્રદેશ દીવ અને મુંબઈ વચ્ચે નવા હવાઈ કનેક્શનથી મુસાફરો માટે રાહત વધારાઈ છે. દીવના નાગવા એરપોર્ટ પરથી આજે ઈન્ડિગો એરલાઈન્સની દીવ-મુંબઈ ફ્લાઇટનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ નવી હવાઈ…

KDCC ખેડામાં AI ક્રાંતિનો આરંભ: નડિયાદમાં “AI ટેકનોલોજી મંડળી”નું ભવ્ય ઉદ્ઘાટન

ખેડા : ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલી KDCC બેંક માં વિશ્વની પ્રથમ “ખેડા જિલ્લા AI ટેકનોલોજી મંડળી લી.” નું ભવ્ય ઉદ્ધાટન કરવામાં આવ્યું. આ સાથે Intel India ના સહકારથી આયોજિત…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *