અમદાવાદમાં સમય રૈનાનો શો થયો રદ્દ, આ છે કારણ

રણવીર અલ્હાબાદિયા અને સમય રૈનાની મુશ્કેલીઓ વધી રહી છે. ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ શોમાં કરવામાં આવેલી અશ્લીલ ટિપ્પણીઓને કારણે રણવીર અને સમય મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. સમય રૈનાનો શો જે અમદાવાદમાં થવાનો હતો તે હવે રદ કરવામાં આવ્યો છે. ઇન્ડિયા’ઝ ગોટ લેટેન્ટ શો અમદાવાદના ઔડા સ્થિત શેલા ઓડિટોરિયમમાં યોજાવાનો હતો.

આ શોનું આયોજન સુરતની એક ઇવેન્ટ કંપની દ્વારા કરવામાં આવ્યું હતું. આ શો 19 અને 20 એપ્રિલના રોજ યોજાવાનો હતો. ટિકિટની કિંમત 999 રૂપિયા, 1499 રૂપિયા અને 2500 રૂપિયા હતી. બુક માય શોએ અમદાવાદ તેમજ દિલ્હી, મુંબઈ અને બેંગલુરુમાં શોનું બુકિંગ બંધ કરી દીધું છે.

સમય રૈનાનો શો ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ તેના બોલ્ડ કન્ટેન્ટને કારણે સમાચારમાં રહે છે. તેના છેલ્લા એપિસોડમાં રણવીર અલ્હાબાદિયા, અપૂર્વ માખીજા અને આશિષ ચંચલાની દેખાયા. આ શોમાં રણવીરે એક સ્પર્ધકને અશ્લીલ પ્રશ્ન પૂછ્યો હતો. અને એ સવાલ વિવાદાસ્પદ બન્યો તેમની દરેક જગ્યાએ ટીકા થઈ રહી છે. વિવાદ વધ્યા બાદ રણવીરે માફી પણ માંગી લીધી. તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો અને કહ્યું કે કોમેડી તેનો પ્રકાર નથી. તેમણે શોમાં જે કહ્યું, તે તેમણે ન કહેવું જોઈતું હતું. તે પોતાના શબ્દો માટે માફી માંગે છે.

Related Posts

Awarapan 2 : માત્ર 2 દિવસ માં ₹55 કરોડથી વધુની કામની… Phenomenal Triumph

Awarapan 2 Box Office Collection: ઇમરાન હાશ્મીની ફિલ્મનો ધમાકો, 2 દિવસમાં ₹55 કરોડથી વધુની કમાણી ઇમરાન હાશ્મી અને દિશા પટણીની Awarapan 2 બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી રહી છે. ફિલ્મે બે દિવસમાં ભારતમાં ₹55.75 કરોડ નેટ અને વિશ્વભરમાં ₹72.90 કરોડની કમાણી કરી હોવાના અહેવાલ છે. બોલિવૂડ એક્ટર ઇમરાન હાશ્મી અને દિશા પટણીની ફિલ્મ ‘Awarapan 2’ હાલ બોક્સ ઓફિસ પર ધમાકેદાર પ્રદર્શન કરી રહી છે. 14 ઓગસ્ટ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મને શરૂઆતના બે દિવસમાં જ દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. ખાસ વાત એ છે કે ફિલ્મે માત્ર બે દિવસમાં ભારતમાં ₹50 કરોડનો આંકડો પાર કરી લીધો છે. તાજા બોક્સ ઓફિસ રિપોર્ટ મુજબ ફિલ્મનું બે દિવસનું ઇન્ડિયા નેટ કલેક્શન આશરે ₹55.75 કરોડ થયું…

LPG Price 16 ઓગસ્ટે LPGના ભાવમાં રાહત…

LPG Price Today 16 August 2026: ઘરેલુ LPGના ભાવમાં કોઈ મોટો ફેરફાર નહીં, જાણો આગળ શું થશે LPG Price Today: 16 ઓગસ્ટ 2026ના રોજ મોટા શહેરોમાં ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં કોઈ મોટો ફેરફાર નોંધાયો નથી. LPG આંતરરાષ્ટ્રીય સપ્લાય અને વેસ્ટ એશિયાની સ્થિતિ વચ્ચે આગામી દિવસોમાં ભાવને લઈને ચર્ચા ચાલુ છે. 16 ઓગસ્ટ 2026: દેશના કરોડો પરિવારો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં હાલ કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી. 16 ઓગસ્ટના રોજ મોટા શહેરોમાં ઘરેલુ LPGના ભાવ અગાઉના સ્તરે જ સ્થિર રહ્યા છે. જોકે, LPG આંતરરાષ્ટ્રીય બજારમાં સપ્લાયની સ્થિતિ, ક્રૂડ ઓઈલના ભાવ અને વેસ્ટ એશિયામાં ચાલી રહેલા ભૌગોલિક પરિબળોને કારણે આગામી સમયમાં LPGના ભાવમાં શું ફેરફાર થશે તેના પર બજારની નજર છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *