અમદાવાદથી ગાંધીનગર જવું બન્યું હવે સરળ, મેટ્રોમાં ગિફ્ટ સિટી સુધી જવાની ફ્રિકવન્સી વધારાઈ

B INDIA અમદાવાદ : મેટ્રોમાં અમદાવાદથી ગાંધીનગર જવું હવે સરળ બન્યું છે. 15 ફેબ્રુઆરીથી અમદાવાદથી ગાંધીનગર અને મોટેરા સ્ટેશન પર પરત ફરવા માટે મેટ્રો ટ્રેન બદલવાની જરૂર રહેશે નહીં. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) એ અમદાવાદથી ગાંધીનગરને જોડતી મેટ્રો ટ્રેનોની ફ્રિકવન્સી વધારવાની જાહેરાત કરી છે અને APMC – મોટેરા – GNLU – GIFT સિટીનો સીધો રૂટ પણ જાહેર કર્યો છે. GMRC એ આપેલી માહિતી પ્રમાણે, અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે ડાયરેક્ટ કનેક્ટિવિટી સાથે મેટ્રો ટ્રેન ફ્રિકવન્સી વધારવાની પરવાનગી મેટ્રો રેલ સેફ્ટી કમિશનર પાસેથી મેળવી લેવામાં આવી છે.

GMRC એ વધુમાં જણાવ્યું હતું કે, મુસાફરોને હવે ગાંધીનગરના સેક્ટર-૧ અને GIFT સિટીની મુસાફરી માટે મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અથવા GNLU પર મેટ્રો ટ્રેન બદલવાની જરૂર રહેશે નહીં. GNLU સ્ટેશન અને GIFT સિટી ઓફિસો વચ્ચે દર 30 મિનિટે બસ સેવાઓ ઉપલબ્ધ રહેશે, જેમાં PDEU પર પણ સ્ટોપ રહેશે. 15 ફેબ્રુઆરી, 2025થી, નીચેના સમયપત્રક મુજબ ટ્રાયલ ધોરણે ટ્રેનો સીધી APMCથી સેક્ટર-1 અને ગિફ્ટ સિટી સુધી દોડશે.

Related Posts

મોરબી જિલ્લામાં શોક: કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકથી નિધન

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા રાત્રી દરમિયાન હાર્ટ એટેકના કારણે નિધન પામ્યા. હાલ તેમના પાર્થિવ દેહને મોરબી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયું છે, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે.…

ગુજરાતમાં ભર ઉનાળે હવામાનમાં ફેરફાર: રાજ્યમાં 5 એપ્રિલ સુધી વરસાદી માહોલની આગાહી

ગુજરાતમાં ગરમી વચ્ચે અચાનક હવામાન બદલાઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 5 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો રહેવાની શક્યતા છે, જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *