વડોદરામાં વધુ એક મહિલા બની લવ જેહાદનો શિકાર, મુસ્લિમ ધર્મ અપનાવવા કર્યુ દબાણ

B INDIA વડોદરા : વડોદરામાં વધુ એક મહિલા લવ જેહાદનો શિકાર બની છે,જેમાં મોહસીન નામના યુવકે મનોજ સોની તરીકે ઓળખ આપી મહિલાને ફસાવી દુષ્કર્મ આચર્યું છે. ત્યારે રેલવેમાં ફીટરમેન તરીકે નોકરી કરે છે. મોહસીન અને વર્ષ 2020માં તે મહિલાના સંપર્કમાં આવ્યો હતો. તો બીજી તરફ મહિલાને આ વાતની જાણ થતા તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો અને યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

મળતી માહિતી મુજબ, આરોપીએ નામ બદલીને હિંદુ યુવતી સાથે લગ્ન કર્યા હોવાની વાત સામે આવી છે.જયારે લગ્ન કર્યા બાદ મહિલાને આ વાતની જાણ થઈ છે તો તેના પગ જમીન પરથી સરકી ગઈ હતી. તો મહિલાએ તેની સાથે રહેવાની ના પાડી હતી. જેને લઈ તેને માર પણ માર્યો હતો. તો મહિલાને મુસ્લિમ ધર્મ અપનાવવા પણ કર્યુ હતુ. દબાણ સાથે સાથે મહિલાના સંતાનોને મારી નાખવાની ધમકી આપી હતી. જેના કારણે મહિલા ગભરાઈ હતી. અને પોલીસ સ્ટેશને પહોંચી હતી.

-> મહિલાના નામે લીધી લોન :- પોલીસે મહિલાની ફરિયાદ લીધી અને આરોપી મોહસીનની ધરપકડ પણ કરી છે.ત્યારે આરોપીએ મહિલાના નામે રૂપિયા 2 લાખની લોન પણ લીધી હોવાની વાત સામે આવી છે.આરોપીનું અસલી નામ મોહસિન ઐયુબખાન પઠાણ છે અને તે વડોદરાના તાંદલજા વિસ્તારમાં નૂરજહાં પાર્ક સોસાયટીમાં રહે છે. જેમાં બાપોદ વિસ્તારમાં રહેતી બે સંતાનોની માતા ફસાઇ હતી. મોહસિને મહિલા સાથે હિન્દૂ વિધિ અનુસાર લગ્ન કરવાનું નાટક પણ કર્યું હતું.

Related Posts

અમદાવાદ: યુ.એન. મહેતા હોસ્પિટલની બેઝમેન્ટ ડ્રેનેજમાં ઝેરી ગેસથી ત્રણ શ્રમિક બેભાન, ફાયર બ્રિગેડે કર્યું સફળ રેસ્ક્યૂ

અમદાવાદ શહેરની યુ.એન. મહેતા હોસ્પિટલના કેમ્પસમાં આવેલી અંડરગ્રાઉન્ડ સુવેજ ટેન્ક (ડ્રેનેજ ચેમ્બર)ની સફાઈ દરમિયાન ઝેરી ગેસના કારણે ત્રણ શ્રમિકો બેભાન થઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ…

સુરતમાં 2 કલાકમાં 4.41 ઇંચ વરસાદ: રસ્તાઓ નદી બન્યા, ઘૂંટણસમા પાણીમાં વાહનો ફસાયા

સુરત શહેરમાં સોમવારે બપોર બાદ પડેલા ધોધમાર વરસાદે જનજીવનને ભારે અસર પહોંચાડી હતી. માત્ર બે કલાકમાં 4.41 ઇંચ વરસાદ નોંધાતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. મુખ્ય માર્ગો પર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *