ગુજરાત સહિત દેશભરમાં મહિલાઓ ચાંદ જોઈ કરવાચોથનો ઉપવાસ તોડ્યો

અનેક પરિણીત મહિલાઓ માટે આજે રાહતનો શ્વાસ લાવતી ક્ષણ આવી જ્યારે આખરે ચાંદનો દિદાર થયો. કરવા ચોથના પવિત્ર તહેવાર નિમિતે ભારતમાં હજારો મહિલાઓએ પતિના દીર્ઘ આયુષ્ય માટે નિર્જળ ઉપવાસ રાખ્યો હતો, જેને હવે ચંદ્ર દર્શન બાદ તોડી દેવામાં આવ્યો.

ચાંદના દર્શન બાદ તૂટી ઉપવાસની કઠિન પરીક્ષા
આ વર્ષે દેશના અનેક શહેરોમાં ચંદ્ર ઉદય થવામાં વિલંબ થવાથી મહિલાઓને ઉપવાસ વધુ લાંબો ખેંચવો પડ્યો. જોકે, રાત્રે દિલ્હી-NCR, લખનઉ, ચંદીગઢ, ગુરુગ્રામ, नोઇડા, અમદાવાદ, સુરત અને રાજકોટ સહિત અનેક શહેરોમાં ચંદ્રદેવના દર્શન થયા અને ઉપવાસ તોડી શકાયો.

કરવા ચોથના દિવસે શા માટે ચંદ્ર દર્શન મહત્વપૂર્ણ?
કરવા ચોથના દિવસે સ્ત્રીઓ આખો દિવસ પાણી પણ પીતી નથી અને ચંદ્ર દર્શન થયા પછી જ ઉપવાસ તોડે છે. ચાંદને નમન કર્યા બાદ પતિના હાથથી પાણી અને મીઠાઈ લઇને વ્રત તોડવું પરંપરા મુજબ આવશ્યક માનવામાં આવે છે.

પૂજાવિધી અને મુહૂર્ત
પૂજાનો મુહૂર્ત: સાંજે 5:56થી 7:10 વાગ્યા સુધી

વિધિ:
– લાલ વસ્ત્ર ધારણ કરો
– માટીના કરવાને ધાન્ય, પાણી અને ફળોથી પૂજવી
– દેવીઓ તથા ચોથ માતાને નમન
– દીવો, ધૂપ, મીઠાઈ, કપૂરથી આરતી
– પતિના આરોગ્ય માટે પ્રાર્થના

ચંદ્ર દર્શન પછીની ચાળણી વિધિ
સ્ત્રીઓ ચાળણીમાંથી પહેલીવાર ચંદ્ર અને ત્યારબાદ પોતાના પતિના ચહેરા દર્શન કરે છે. આ વખતે દીવો ચાળણીમાં રાખવામાં આવે છે. ત્યારબાદ પતિના હાથેથી જ પાણી અને મીઠાઈ લઇને ઉપવાસ તોડવામાં આવે છે. આ વિધિ પતિ-પત્ની વચ્ચેના પ્રેમ, ભક્તિ અને બંધનનું પ્રતિક છે.

  • Related Posts

    રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં તપાસ તેજ: 6થી વધુ બેંકોને પોલીસની નોટિસ, બેંક રેકોર્ડની થશે તપાસ

    રામ મંદિરના ચઢાવાની ચોરીના મામલે પોલીસની તપાસ હવે વધુ ગતિ પકડી રહી છે. કેસની આંચ હવે બેન્કિંગ સિસ્ટમ સુધી પહોંચી છે. તપાસના ભાગરૂપે પોલીસે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), કેનરા…

    પીએમ મોદી કેન્દ્રીય મંત્રાલયો અને સચિવો સાથે કરશે હાઈ-લેવલ બેઠક, આગામી સુધારાઓની સમીક્ષા થશે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે તમામ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોના સચિવો સાથે મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય બેઠક યોજશે. આ બેઠકમાં સરકાર દ્વારા અમલમાં મૂકાયેલા સુધારા કાર્યક્રમોની સમીક્ષા કરવામાં આવશે તેમજ લોકોના જીવનને…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *