પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ડ્યુરન્ડ લાઇન પર ફરી તણાવ વધ્યો છે. કંદહાર પ્રાંતના સ્પિન બોલ્ડક વિસ્તારમાં બંને દેશોની સેના વચ્ચે ભારે ગોળીબાર અને મોર્ટાર હુમલા થયા. અચાનક થયેલી અથડામણને કારણે સરહદી ગામોના લોકો પોતાના ઘર-પરિવારને છોડીને અન્યત્ર ભાગ્યા છે. આ ઘટના બે દિવસ પહેલાં થયેલી શાંતિ વાર્તા નિષ્ફળ થયા બાદ બની છે.
એકબીજા પર આક્ષેપોની બરસાત
અફઘાન બોર્ડર પોલીસના પ્રવક્તા અબ્દુલ્લા ફારૂકીએ જણાવ્યું કે ગોળીબારની શરૂઆત પાકિસ્તાન તરફથી થઈ હતી. જ્યારે પાકિસ્તાની સેનાનું કહેવું છે કે પ્રથમ હુમલો અફઘાન સેનાએ કર્યો. ત્યારબાદ બંને તરફથી ગ્રેનેડ, રોકેટ અને શેલ છોડવામાં આવ્યા, જેમાથી નાગરિક વિસ્તારોમાં ભારે નુકસાન થયું અને લોકો રાતોરાત ઘર છોડીને ભાગી ગયા.
ડ્યુરન્ડ લાઇનનો જુનો વિવાદ ફરી ચગ્યો
ડ્યુરન્ડ લાઇન વર્ષોથી વિવાદનું કેન્દ્ર રહી છે. સ્પિન બોલ્ડક વેપાર અને મુસાફરીનું મહત્વનું કેન્દ્ર છે, પરંતુ અફઘાનિસ્તાન આ રેખાને સત્તાવાર સરહદ તરીકે સ્વીકારતું નથી. પાકિસ્તાન તેને માન્ય સરહદ માને છે. આ મુદ્દે બંને દેશો વચ્ચે વારંવાર અથડામણ થાય છે.
ઓક્ટોબરથી સતત વધતો તણાવ
ઓક્ટોબરમાં ખૈબર પખ્તુનખ્વામાં થયેલા TTPના આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલા કર્યા હતા. અફઘાને તેને સાર્વભૌમત્વ પર હુમલો ગણાવીને પાકિસ્તાનની ચોકીઓ કબજે કરી લીધી અને 50થી વધુ પાકિસ્તાની સૈનિકોને મારી નાખવાનો દાવો કર્યો હતો.
16–18 ઓક્ટોબરે યુદ્ધવિરામ લાગુ પડ્યું, પરંતુ ત્યારબાદની ત્રણ શાંતિ વાટાઘાટો નિષ્ફળ રહી. 25 નવેમ્બરે પાકિસ્તાનના હુમલા બાદ પેશાવરમાં ફરી TTP હુમલો થયો.
ડ્યુરન્ડ લાઇન પરના સતત અથડામણો દર્શાવે છે કે પાક–અફઘાન સંબંધો ફરી સંવેદનશીલ તબક્કામાં પ્રવેશી ગયા છે અને સરહદ પરની સુરક્ષા સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






