કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ ASML મુખ્યાલયની મુલાકાતે, જાણો વિગત

વેલ્ડહોવન, નેધરલેન્ડ: ભારતના કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે નેધરલેન્ડના વેલ્ડહોવન ખાતે ASMLના મુખ્યાલયની મુલાકાત માટે પહોંચ્યા. આ મુલાકાત દરમિયાન મંત્રીએ ભારતની નવી સેમિકન્ડક્ટર ઉદ્યોગની પ્રગતિ અને લિથોગ્રાફી ક્ષેત્રમાં તેનો મહત્વ વિશદ કર્યો.

મંત્રીએ જણાવ્યું કે લિથોગ્રાફી, જેમાં વેફર પર સર્કિટ છાપવાનું કાર્ય થાય છે, તે સેમિકન્ડક્ટર ઉત્પાદન ચેઇનમાં સૌથી જટિલ અને ચોકસાઈભર્યું સ્ટેજ છે. તેમણે ઉમેર્યું કે ASML વિશ્વમાં લિથોગ્રાફિક સાધનોનો અગ્રણી પ્રદાતા છે અને લગભગ દરેક ચિપની ઉત્પત્તિમાં ASMLના સાધનોનો ઉપયોગ થાય છે. “ધોલેરામાં અમારી ફેબ ASML સાધનોનો ઉપયોગ કરશે. હું અહીં તેમની ટેકનોલોજી જોઈને સમજી શકું તે માટે આવ્યો છું,” મંત્રીએ જણાવ્યું.

ASMLનો ભારતના સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં પ્રવેશ વૈશ્વિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ વિકાસ ગણાય છે. મંત્રીએ નોંધ્યું કે વિશ્વના વિવિધ સાધન ઉત્પાદકો ભારતની ડિઝાઇન ક્ષમતા, વિશાળ ટેલેન્ટ પૂલ અને સરકારની સુસંગત નીતિઓને કારણે ભારતમાં રોકાણ કરવા આતુર છે.

ASML વિશે:
ડચ મલ્ટિનેશનલ કંપની, જે ઈન્ટિગ્રેટેડ સર્કિટ બનાવવા માટેના ફોટોલિથોગ્રાફી મશીનો વિકસાવે છે. એચસીપના પેટર્નને સિલિકોન પર મોટા પાયે છાપવામાં સક્ષમ બનાવે છે. નાની, ઝડપી અને ઊર્જા કાર્યક્ષમ ચિપ્સ બનાવવા માટે મદદરૂપ. ASMLના પ્રતિનિધિમંડળે SEMICON India 2025 માં ભાગ લઈને ભારતની સેમિકન્ડક્ટર યાત્રામાં ભાગીદાર બનવામાં પ્રબળ રસ વ્યક્ત કર્યો હતો.

 

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

PM Modi ના 76મા જન્મદિવસે જાસપુરમાં 76 હજાર દીવડાઓથી ઉજવણી Dynamic

Modi વિશ્વ ઉમિયાધામ-જાસપુરમાં ‘આશીર્વાદનો દીવો’: PM મોદીના 76મા જન્મદિવસે વિશેષ કાર્યક્રમ, CM ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત અમદાવાદના જાસપુર ખાતે આવેલા વિશ્વ ઉમિયાધામમાં વડાપ્રધાન નરેન્દ્ર Modiના 76મા જન્મદિવસ નિમિત્તે ‘આશીર્વાદનો દીવો’ નામે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં દીપોત્સવ, મહાઆરતી, વંદે માતરમ્ ગાન, લોકડાયરો અને ભજન સંધ્યા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. Modi 76મા જન્મદિવસ નિમિત્તે વિશેષ આયોજન વડાપ્રધાન નરેન્દ્ર Modiના જન્મદિવસને ધ્યાનમાં રાખીને વિશ્વ ઉમિયાધામ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજકો દ્વારા તેને ‘આશીર્વાદનો દીવો’ નામ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આધ્યાત્મિક અને રાષ્ટ્રીય ચેતનાના સંદેશ સાથે વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરવાનો હોવાનું જણાવાયું હતું. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના…

Mecca પર હુમલાના એલર્ટથી સાઉદીમાં ખળભળાટ: હુથી ડ્રોનને હવાઈ સંરક્ષણએ તોડી પાડ્યાનો દાવો, Protected Sanctuary Shield 2026

Mecca પર હુમલાના એલર્ટથી સાઉદીમાં ખળભળાટ: હુથી ડ્રોનને હવાઈ સંરક્ષણએ તોડી પાડ્યાનો દાવો, રાતા સમુદ્રમાં વધતા તણાવથી તેલ સપ્લાય પર ચિંતા Mecca રિયાધ, 16 સપ્ટેમ્બર 2026: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા વધતા સૈન્ય તણાવ વચ્ચે સાઉદી અરેબિયામાં Meccaસહિતના વિસ્તારોમાં સુરક્ષા એલર્ટથી ખળભળાટ મચ્યો છે. સાઉદી સત્તાવાળાઓના જણાવ્યા મુજબ મક્કા તરફ આગળ વધી રહેલા એક ડ્રોનને હવાઈ સંરક્ષણ તંત્રએ શહેરની પ્રતિબંધિત હવાઈ સીમામાં પ્રવેશ કરે તે પહેલાં જ અટકાવીને નષ્ટ કરી દીધો હતો. સાઉદી આગેવાની હેઠળના ગઠબંધને આ ડ્રોનને હુથીઓ સાથે જોડ્યું છે. જોકે, હુથીઓએ Meccaને નિશાન બનાવ્યાનો આરોપ નકારી કાઢ્યો છે. આ ઘટનાને પગલેMecca, જેદ્દાહ અને તાઇફ સહિતના વિસ્તારોમાં ટૂંકા સમય માટે સુરક્ષા ચેતવણી આપવામાં આવી હતી. મક્કા માટે આવું હવાઈ જોખમ એલર્ટ તાજેતરના સંઘર્ષ દરમિયાન પહેલીવાર…