જૂનાગઢમાં ગેસ ગળતરથી બે શ્રમિકોના કરૂણ મોત, મકાનમાલિક સારવાર હેઠળ

જૂનાગઢ જિલ્લામાં ફરી એકવાર ગેસ ગળતરની દુર્ઘટનાએ હાહાકાર મચાવ્યો છે. ભેંસાણ તાલુકાના રામપુર ગામે સેફ્ટી ટેંક સાફ કરી રહ્યાં હતાં ત્યારે ઝેરી ગેસના ગળતરથી બે શ્રમિકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. ઘટનામાં મકાનમાલિક પણ ઝેરી અસરથી બેફામ થતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, ધર્મેન્દ્ર કુબાવતના ઘરની અંદર આવેલ સેફ્ટી ટેંક સાફ કરવા માટે બે શ્રમિકો ઉતર્યા હતાં. આ દરમિયાન અચાનક ગેસ ગળતર થયું હતું. પહેલા શ્રમિકને અસર થતા બીજો શ્રમિક તેની મદદ માટે ટેંકમાં ઉતર્યો, પરંતુ તે પણ બેફામ થઇ ગયો. ત્યારબાદ ત્રીજો વ્યક્તિ ટેંકમાં ઊતરતા તે પણ બેફામ થયો.

અજાણતાં ગેસના સંસર્ગમાં આવતા એક પછી એક ત્રણ લોકો બેફામ થઇ જતા આસપાસના લોકો દોડી આવ્યા અને તમામને બહાર કાઢી તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. પરંતુ તબીબોએ બે શ્રમિકોને મૃત જાહેર કર્યા, જ્યારે મકાનમાલિકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે અને તેમની સારવાર ચાલી રહી છે.

Related Posts

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય, આગામી 24 કલાક માટે કમોસમી વરસાદની આગાહી

રાજ્યના હવામાનમાં ફરી એકવાર પલટો આવ્યો છે. ઉત્તર પાકિસ્તાનથી દક્ષિણ મધ્ય પ્રદેશ સુધી સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે.…

ગુજરાતમાં મહેસૂલ વિભાગમાં મોટા પાયે પ્રમોશન: તલાટી વર્ગ 3 અને કારકૂન કર્મચારીઓની એકસાથે બઢતી

ગુજરાતના મહેસૂલ વિભાગમાં વહિવટી સ્તરે મોટા પાયે ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે અંદાજે 800 કર્મચારીઓને એકસાથે પ્રમોશન આપ્યું છે. આ સાથે, 80 નાયબ મામલતદારોને વિવિધ જિલ્લાઓમાં બદલીના ઓર્ડર પણ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *