પશ્ચિમ બંગાળમાં નિપાહ વાયરસના બે કેસ નોંધાયા છે. ઉત્તર 24 પરગણા જિલ્લાની એક હોસ્પિટલની બે નર્સો નિપાહ વાયરસથી સંક્રમિત મળી આવી છે. નિપાહ વાયરસથી એક પુરુષ અને મહિલા સંક્રમિત થયા છે . નિપાહ વાયરસના કેસ નોંધાયા બાદ પશ્ચિમ બંગાળમાં આરોગ્ય વિભાગને એલર્ટ કરવામાં આવ્યું છે. આ દરમિયાન, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડાએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે ફોન પર વાત કરી છે. તેમણે રાજ્યમાં બે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યા છે.
માહિતી આપતાં એક અધિકારીએ જણાવ્યું હતું કે, “બંને નર્સ બારાસતની એક જ હોસ્પિટલમાં કામ કરે છે. તેમને નિપાહ વાયરસથી ચેપ લાગ્યો હોવાની શંકા છે. બંને નર્સોના નમૂનાઓ કલ્યાણી એઈમ્સમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે અને પ્રાથમિક અહેવાલો નિપાહ વાયરસથી ચેપ હોવાનું સૂચવે છે.” તેમણે કહ્યું કે એક નર્સ નાદિયા જિલ્લાની છે, જ્યારે બીજી પૂર્વ વર્ધમાન જિલ્લાના કટવાની છે. તેમણે કહ્યું કે, “બંને સંક્રમિત નર્સ બારાસત હોસ્પિટલમાં દાખલ છે. તેમને એક અલગ વોર્ડમાં લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે.”
બારાસત હોસ્પિટલમાં દાખલ
આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમાંથી એક તાજેતરમાં જ તેના વતન કટવાથી પરત ફરી હતી, જ્યાં તે બીમાર પડી ગઈ હતી અને શરૂઆતમાં 31 ડિસેમ્બરે તેને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. “જ્યારે સંક્રમીતોની તબિયત લથડતા વતેને બર્દવાન મેડિકલ કોલેજ અને ત્યાર બાદ બારાસત હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. પુરુષ નર્સમાં પણ આવા જ લક્ષણો જોવા મળ્યા અને તેને લાઇફ સપોર્ટ પર રાખવામાં આવ્યા,”
નડ્ડાએ મમતા બેનર્જીને ફોન કર્યો
સૂત્રોના જણાવ્યા અનુસાર, જેપી નડ્ડાએ નિપાહ એલર્ટ અંગે મુખ્યમંત્રી મમતા બેનર્જીને ફોન કર્યો છે. વધુમાં, નિપાહ ચેપના સમાચાર આવતાની સાથે જ રાજ્ય સરકારે બે હેલ્પલાઇન નંબર શરૂ કર્યા. નિપાહ વાયરસ ચેપના લક્ષણો અનુભવતા કોઈપણ વ્યક્તિ સહાય માટે હેલ્પલાઇન નંબર 03323330180 અને 9874708858 પર કૉલ કરી શકે છે. ખાનગી અને સરકારી હોસ્પિટલો બંને માટે અલગ-અલગ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયાઓ (SOPs) વિકસાવવામાં આવી રહી છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






