ટ્રમ્પનો ‘ગોલ્ડન ડોમ’ બનશે દુનિયાનો સૌથી મોંઘો સંરક્ષણ પ્રોજેક્ટ, ખર્ચ પહોંચ્યો 100 લાખ કરોડ સુધી

Donald Trump નો ડ્રીમ પ્રોજેક્ટ ગણાતો ‘ગોલ્ડન ડોમ’ હવે દુનિયાના સૌથી ખર્ચાળ સંરક્ષણ પ્રોજેક્ટ તરીકે સામે આવી રહ્યો છે. તાજેતરના અહેવાલો મુજબ આ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ પાછળ આગામી 20 વર્ષમાં અંદાજે 1.2 ટ્રિલિયન ડોલર એટલે કે લગભગ 100 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થઈ શકે છે. આ પહેલાં ટ્રમ્પે દાવો કર્યો હતો કે આ પ્રોજેક્ટ લગભગ 16.76 લાખ કરોડ રૂપિયામાં પૂર્ણ થઈ જશે, પરંતુ હવે અંદાજિત ખર્ચ અનેકગણો વધી ગયો છે.

શું છે ‘ગોલ્ડન ડોમ’ પ્રોજેક્ટ?
‘ગોલ્ડન ડોમ’ સિસ્ટમ Israel ની પ્રખ્યાત ‘આયરન ડોમ’ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમથી પ્રેરિત છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ અમેરિકાને દુશ્મન દેશોના મિસાઇલ હુમલાથી સુરક્ષિત રાખવાનો છે.

આ સિસ્ટમની ખાસ વાત એ છે કે તેમાં:
– જમીન આધારિત મિસાઇલ ડિફેન્સ
– સ્પેસ આધારિત સેન્સર
– સેટેલાઇટ નેટવર્ક
– એડવાન્સ ઇન્ટરસેપ્ટર મિસાઇલ્સ
નો સમાવેશ થશે. સિસ્ટમ મિસાઇલના લોન્ચિંગથી લઈને તેની રી-એન્ટ્રી સુધીના દરેક તબક્કે તેને હવામાં જ નષ્ટ કરવાની ક્ષમતા ધરાવશે.

ખર્ચ કેમ વધી રહ્યો છે?
Congressional Budget Office (CBO)ના વિશ્લેષણ મુજબ આ પ્રોજેક્ટ માટે જરૂરી ટેકનોલોજી અત્યંત જટિલ અને ખર્ચાળ છે.

ખાસ કરીને:
– સ્પેસ-બેઝ્ડ ડિફેન્સ સિસ્ટમ
– હાઈ-ટેક સેટેલાઇટ્સ
– અદ્યતન સેન્સર્સ
– કમાન્ડ અને કંટ્રોલ નેટવર્ક
માટે જ અંદાજે 45 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થઈ શકે છે. ટ્રમ્પનું માનવું છે કે ચીન અને રશિયા જેવા દેશોથી ઉભા થતા ખતરાને ધ્યાનમાં રાખીને અમેરિકા માટે આ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા જરૂરી બની ગઈ છે.

અમેરિકામાં રાજકીય વિવાદ શરૂ
પ્રોજેક્ટના વધતા ખર્ચને લઈને અમેરિકાની રાજનીતિમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. ડેમોક્રેટિક નેતાઓએ આટલો મોટો ખર્ચ સામાન્ય નાગરિકો પર બોજ સમાન ગણાવ્યો છે. સીનેટર જેફ મર્કલીએ આ પ્રોજેક્ટ પર સવાલ ઉઠાવતા કહ્યું કે આ સંરક્ષણ કંપનીઓને ફાયદો પહોંચાડવાનું સાધન બની શકે છે.

2029 સુધીમાં સિસ્ટમ શરૂ કરવાનો લક્ષ્ય
ટ્રમ્પે સત્તા સંભાળ્યા બાદ એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા આ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. તેમનું લક્ષ્ય જાન્યુઆરી 2029 સુધીમાં ‘ગોલ્ડન ડોમ’ સિસ્ટમને સંપૂર્ણ કાર્યરત બનાવવાનું છે. હવે દુનિયાની નજર એ વાત પર છે કે આટલા વિશાળ ખર્ચ બાદ અમેરિકાનું આ હાઈ-ટેક સુરક્ષા કવચ કેટલું અસરકારક સાબિત થાય છે.

  • Related Posts

    સુરેન્દ્રનગર Police પરિવારમાં નવા વર્ષની અનોખી ઉજવણી: SP પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને યોજાયું સ્નેહમિલન, પોલીસ પરિવાર એકસાથે મળ્યો

    B india સુરેન્દ્રનગર : નવા વર્ષના પાવન અવસર નિમિત્તે સુરેન્દ્રનગર Police પરિવારમાં સ્નેહ, સૌહાર્દ અને આત્મીયતાનો માહોલ જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગરના Police અધિક્ષક (SP) શ્રી પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને પોલીસ પરિવારના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં Police પરિવારના સભ્યો એકત્રિત થયા હતા અને એકબીજાને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. ફરજની સતત વ્યસ્તતા વચ્ચે Police પરિવારના સભ્યોને એકબીજા સાથે સમય વિતાવવાની અને આનંદની પળો માણવાની સુંદર તક મળી હતી. SP પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને યોજાયું સ્નેહમિલન નવા વર્ષની શરૂઆત હંમેશાં નવી આશાઓ, નવા સંકલ્પો અને ખુશીઓ સાથે કરવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર પોલીસ પરિવાર દ્વારા પણ નવા વર્ષના અવસરને યાદગાર બનાવવા માટે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન સુરેન્દ્રનગરના પોલીસ અધિક્ષક શ્રી…

    નોટબંધીનાં 10 વર્ષઃ Cashless ભારતનું સપનું અને રોકડની હકીકત!

    -> ડિજિટલ પેમેન્ટમાં ઐતિહાસિક ઉછાળો, UPIએ બદલી નાખી નાણાંની લેવડદેવડની રીત; છતાં દેશમાં રોકડનું ચલણ ઘટવાને બદલે અનેકગણું વધ્યું : 8 નવેમ્બર, 2016ની રાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ. 500 અને રૂ. 1,000ની જૂની ચલણી નોટો બંધ કરવાની જાહેરાત કરી ત્યારે સમગ્ર દેશમાં જાણે આર્થિક ભૂકંપ આવ્યો હતો. કાળાં નાણાં પર પ્રહાર, નકલી ચલણનો અંત, આતંકવાદી ફંડિંગ પર રોક અને ડિજિટલ અર્થતંત્રને પ્રોત્સાહન જેવા મોટા હેતુઓ સાથે નોટબંધીનો નિર્ણય લેવાયો હતો. બેંકોની બહાર લાંબી કતારો, રોકડની અછત અને સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓ વચ્ચે શરૂ થયેલી આ ઐતિહાસિક કવાયતને આજે દસ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાં છે. આટલા વર્ષોમાં ભારતે UPI અને ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે, Cashless પરંતુ બીજી તરફ રોકડના ચલણમાં પણ મોટો વધારો થયો…