ફિલિપાઇન્સ સંસદ ભવનમાં ગોળીબારથી હડકંપ, સેનેટરની ધરપકડ દરમિયાન સર્જાઈ અફરાતફરી

ફિલિપાઇન્સના સંસદ ભવનમાં બુધવારે રાત્રે અચાનક ગોળીબાર થતા હડકંપ મચી ગયો હતો. મળતી માહિતી મુજબ સેનેટમાં એક વિવાદાસ્પદ સેનેટરની ધરપકડની કાર્યવાહી દરમિયાન આ ઘટના બની હતી.

ગોળીબાર બાદ મચી અફરાતફરી
ન્યૂઝ એજન્સીઓના અહેવાલ અનુસાર ગોળીબાર ત્યારે થયો જ્યારે અધિકારીઓ રોનાલ્ડ ડેલા રોઝાની ધરપકડ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ઘટના બાદ સંસદ ભવનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે અત્યાર સુધી ગોળીબારનું ચોક્કસ કારણ શું હતું અને કોઈને ઈજા પહોંચી છે કે નહીં તે અંગે સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.

ICC દ્વારા જારી થયું હતું ધરપકડ વોરંટ
રોનાલ્ડ ડેલા રોઝા સામે International Criminal Court (ICC) દ્વારા ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું. ડેલા રોઝા ફિલિપાઇન્સના પૂર્વ પોલીસ વડા રહી ચૂક્યા છે અને તેઓ પૂર્વ રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તેના વિવાદાસ્પદ ડ્રગ વિરોધી અભિયાન સાથે જોડાયેલા રહ્યા હતા.

માનવતા વિરુદ્ધ ગુનાઓના આરોપ
ICCના આરોપ મુજબ 2016થી 2018 દરમિયાન ડ્રગ વિરોધી અભિયાન દરમિયાન હજારો લોકોના મોત થયા હતા, જેમાંથી ઘણા લોકો નાના ગુનાઓના શંકાસ્પદ હતા. ડેલા રોઝા પર ઓછામાં ઓછા 32 હત્યાઓમાં સંડોવણીનો આરોપ મૂકાયો છે, જેને માનવતા વિરુદ્ધના ગુનાઓ હેઠળ ગણવામાં આવી રહ્યું છે.

સેનેટરોની સુરક્ષા હેઠળ હતા ડેલા રોઝા
અહેવાલો મુજબ ધરપકડની કાર્યવાહી દરમિયાન ડેલા રોઝા અન્ય સાથી સેનેટરોની સુરક્ષા હેઠળ સંસદ ભવનમાં હાજર હતા. આ દરમિયાન જ ગોળીબારની ઘટના બની હતી.

 

 

  • Related Posts

    કંડલા પોર્ટ પર મોટી દુર્ઘટના, ઝેરી ગેસની અસરથી 3 શ્રમિકોના મોત

    કંડલા પોર્ટ ખાતે ગંભીર દુર્ઘટનાની ઘટના સામે આવી છે. કંડલા પોર્ટની જેટી નંબર 13 પર ઉભેલા જહાજમાં ઝેરી ગેસની અસરથી ત્રણ શ્રમિકોના મોત થયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.…

    ટ્રમ્પનો ‘ગોલ્ડન ડોમ’ બનશે દુનિયાનો સૌથી મોંઘો સંરક્ષણ પ્રોજેક્ટ, ખર્ચ પહોંચ્યો 100 લાખ કરોડ સુધી

    Donald Trump નો ડ્રીમ પ્રોજેક્ટ ગણાતો ‘ગોલ્ડન ડોમ’ હવે દુનિયાના સૌથી ખર્ચાળ સંરક્ષણ પ્રોજેક્ટ તરીકે સામે આવી રહ્યો છે. તાજેતરના અહેવાલો મુજબ આ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ પાછળ આગામી 20 વર્ષમાં…