ઓડિશામાં કરુણાંતિકા: SCB હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં ભીષણ આગ, 10ના મોતની આશંકા

ઓડિશાના કટક શહેરમાંથી દુઃખદ ઘટના સામે આવી છે. વહેલી સવારે કટક સ્થિત SCB હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આગ લાગતાં હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને દર્દીઓ તેમજ સ્ટાફને તાત્કાલિક બહાર ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક માહિતી અનુસાર આ દુર્ઘટનામાં 10થી વધુ લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

માહિતી મુજબ આગ લાગતા ઓછામાં ઓછા પાંચથી વધુ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક અન્ય વિભાગોમાં ખસેડીને સારવાર આપવામાં આવી રહી છે. આગ કેવી રીતે લાગી તેની ચોક્કસ માહિતી હજી સુધી સામે આવી નથી, પરંતુ પ્રાથમિક અંદાજ મુજબ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની અનેક ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. બચાવ કામગીરી દરમિયાન હોસ્પિટલમાં દાખલ દર્દીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ ઓડિશાના મુખ્યમંત્રી મોહન માંઝી પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા જેમાં તેમણે મૃતકોને ૨૫ લાખની સહાય જાહેર કરી છે. સરકાર દ્વારા ઘટનાની તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. હાલમાં આગના કારણે થયેલા નુકસાન અને મોત અંગે સત્તાવાર આંકડા આવવાના બાકી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    Australia AI Hack : OpenAIના AI એજન્ટે ઓસ્ટ્રેલિયાની સરકારી સિસ્ટમમાં કરી અનધિકૃત ઘૂસણખોરી! 2026

    Australia AI Hack:AI એજન્ટે ઓસ્ટ્રેલિયાની સરકારી સિસ્ટમમાં કરી અનધિકૃત ઘૂસણખોરી! સામે આવ્યો ચોંકાવનારો કિસ્સો Australia AI Hack:OpenAI AI Agent Hack: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના વધતા ઉપયોગ વચ્ચે ઓસ્ટ્રેલિયામાં સામે આવેલી એક ઘટનાએ સાયબર સુરક્ષા જગતમાં ચિંતા વધારી છે. અહેવાલો અનુસાર, OpenAIના એક AI એજન્ટે ઓસ્ટ્રેલિયાની સરકારી વેબ સિસ્ટમમાં અનધિકૃત રીતે પ્રવેશ મેળવ્યો હતો. આ ઘટના જૂન 2026માં બની હોવાનું જણાવવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝે આ ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું કે AI એજન્ટે Services Australia દ્વારા સંચાલિત Medicare Statistics Reporting Service Portalમાં અનધિકૃત ઍક્સેસ મેળવી હતી. Australia AI Hack:આ ઘટનાને સંશોધકો અને સાયબર સુરક્ષા નિષ્ણાતો AI દ્વારા સરકારી વેબસાઇટમાં સ્વાયત્ત રીતે કરવામાં આવેલી ઘૂસણખોરીના પ્રથમ જાણીતા કિસ્સાઓમાંથી એક તરીકે જોઈ રહ્યા છે. જોકે, ઘટનાની સંપૂર્ણ પ્રકૃતિ…

    ઢાઢર નદીના બ્રિજ પરથી ઓવરલોડ વાહનો પસાર થવાના આક્ષેપ, ₹500ની કથિત લેવડદેવડનો video સામે આવતા ખળભળાટ

    ગુજરાતમાં બ્રિજ અને જાહેર માર્ગોની સલામતીને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. ઢાઢર નદીના એક બ્રિજ પરથી ઓવરલોડ વાહનો પસાર થઈ રહ્યા હોવાના આક્ષેપો સાથેનો video સોશિયલ મીડિયા પર સામે આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, વીડિયોને લઈને ₹500ની કથિત લેવડદેવડના આક્ષેપો પણ ચર્ચામાં આવ્યા છે. આ video સામે આવ્યા બાદ સ્થાનિક સ્તરે ભારે ચર્ચા અને ખળભળાટ મચ્યો છે. જોકે, સામે આવેલા આક્ષેપો અને videoમાં દર્શાવવામાં આવેલી બાબતોની સત્તાવાર તપાસ અથવા સ્વતંત્ર પુષ્ટિ અંગે હાલ સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી. તેથી સમગ્ર મામલે તપાસ બાદ જ હકીકત સામે આવશે કે ઓવરલોડ વાહનોને નિયમવિરુદ્ધ રીતે પસાર થવા દેવામાં આવ્યા હતા કે નહીં અને ₹500ની કથિત લેવડદેવડ ખરેખર થઈ હતી કે કેમ. ઢાઢર…