પહેલગામ હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક્શન મોડમાં છે. ગઈકાલે વડાપ્રધાન મોદીએ એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. જેમાં તેમણે સશસ્ત્ર દળોને કાર્યવાહી કરવા માટે છૂટ આપી હતી. આ બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ ઉપરાંત, CDS અને ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓ હાજર રહ્યા હતા. આ બેઠક બાદ પાકિસ્તાન પર ચિંતાના વાદળો ઘેરાયા છે. આ દરમિયાન આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ચાર મોટી બેઠકો યોજાવા જઈ રહી છે, ત્યારબાદ મોટા નિર્ણયો લેવાની અપેક્ષા છે.
આજે સવારે 11 વાગ્યે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠક યોજાવાની છે. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે. જેમાં રાજનાથ સિંહ, અમિત શાહ અને નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ પણ હાજર રહેશે. CCSએ અગાઉ પાકિસ્તાન વિરુદ્ધ અનેક પગલાંને મંજૂરી આપી હતી, જેમાં સિંધુ જળ સંધિ સ્થગિત કરવી, અટારી સરહદ બંધ કરવી અને વિઝા રદ કરવા સહિતની કાર્યવાહીનો સમાવેશ થાય છે.
પુલવામાં હુમલા બાદ મળી હતી CCPA બેઠક
આ પછી, આજે પીએમ મોદીની અધ્યક્ષતામાં CCPA (રાજકીય બાબતો પર કેબિનેટ સમિતિ) ની બેઠક યોજાવાની છે. CCPA દેશના મહત્વપૂર્ણ રાજકીય અને આર્થિક બાબતોની સમીક્ષા કરે છે. તેને નિર્ણયો લેવાની સત્તા છે. પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ તેની બેઠક પણ બોલાવવામાં આવી હતી.
આ પણ વાંચો: પાકિસ્તાનના માહિતી મંત્રીનો મોટો દાવો, કહ્યું- ‘ભારત 24 થી 36 કલાકમાં કરી શકે છે હુમલો ‘
કેબિનેટ બેઠક પણ મળશે
આ સમિતિમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ, માર્ગ પરિવહન અને ટ્રાફિક મંત્રી નીતિન ગડકરી, નાણાં મંત્રી નિર્મલા સીતારમણ, વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ , આરોગ્ય મંત્રી જેપી નડ્ડા, નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામ મોહન નાયડુ, MSME મંત્રી જીતન રામ માંઝી, શિપિંગ પ્રધાન સર્બાનંદ સોનોવાલ, પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર યાદવ, મહિલા અને બાળ કલ્યાણ પ્રધાન અન્નપૂર્ણા દેવી, સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુ અને કોલસા પ્રધાન જી કિશન રેડ્ડીનો સમાવેશ થાય છે. આ બે બેઠકો પછી, આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA) પણ મળશે. અંતે, દિવસના અંતે કેબિનેટની બેઠક થશે, જેમાં આજે મોટા નિર્ણયોને મંજૂરી આપવામાં આવે તેવી શક્યતા છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I






