સાઉદીમાં ઊંટને મળશે ‘VIP પાસપોર્ટ’, માઈક્રોચિપથી રહેશે સંપૂર્ણ ટ્રેકિંગ

સાઉદી અરેબિયાએ પોતાના વારસા અને સંસ્કૃતિના પ્રતીક ઉંટો માટે અનોખો નિર્ણય લીધો છે. હવે દેશના ‘રણના જહાજો’ તરીકે ઓળખાતા ઊંટો માટે સત્તાવાર ડિજિટલ VIP પાસપોર્ટ જારી કરવામાં આવશે. આ આયોજન પર્યાવરણ અને કૃષિ મંત્રાલય (MEWA) દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.

કેમલ પાસપોર્ટની વિશેષતાઓ
– દરેક ઊંટ માટે ડિજિટલ ડેટાબેઝ તૈયાર કરાશે.
– પાસપોર્ટમાં ઊંટનું નામ, જાતિ, જન્મ તારીખ, રસીકરણ રેકોર્ડ અને માઈક્રોચિપ નંબર સમાવિષ્ટ રહેશે.
– આ પાસપોર્ટ માત્ર કાગળનો નહીં, પરંતુ ડિજિટલ માઈક્રોચિપ આધારિત રહેશે, જે ઊંટની ઓળખ અને ટ્રેકિંગ માટે ઉપયોગી થશે.

હેતુ અને લાભ
– પશુધન વ્યવસ્થાપનને આધુનિક બનાવવું.
– ખરીદી-વેચાણ અને પરિવહનની પ્રક્રિયામાં પારદર્શિતા લાવવી.
– પ્રતિષ્ઠિત ઊંટ સ્પર્ધાઓમાં છેતરપિંડી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવી.

ડિઝાઇન અને મહત્વ
લીલા રંગના પાસપોર્ટ પર સાઉદીનો રાષ્ટ્રીય પ્રતીક અને ઊંટની સોનેરી છબી અંકિત હશે. આ પાસપોર્ટ ઉંચા મૂલ્યની સ્પર્ધાઓ અને સોદામાં માલિકોના અધિકારોનું રક્ષણ કરશે. સાઉદી અરેબિયામાં આશરે 80,000 ઊંટ માલિકો જોડાયેલા છે અને ઊંટો 7,000 વર્ષથી સામાજિક અને આર્થિક મહત્વ ધરાવે છે. સાઉદી વિઝન 2030 હેઠળ પશુપાલન ક્ષેત્રને આધુનિક બનાવવાની આ પહેલ વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની છે. હવે કોઈ ઊંટ પોતાની ઓળખ છુપાવી શકશે નહીં, અને દેશમાં સાંસ્કૃતિક વારસાને જાળવવામાં આ પહેલ મહત્વપૂર્ણ સાબિત થશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

 

Related Posts

માધવપુર ઘેડના લોકમેળામાં રેતી શિલ્પ મહોત્સવ – સંસ્કૃતિ અને કળાનું અનોખું સંગમ

પોરબંદર : માધવપુર ઘેડ મેળો આ વર્ષે એક નવા રંગમાં રંગાઈ ગયો છે. અહીં યોજાયેલો રેતી શિલ્પ મહોત્સવ મેળાનું મુખ્ય આકર્ષણ બનીને ઊભર્યો છે, જ્યાં કળા, ભક્તિ અને સંસ્કૃતિનું અદભૂત…

રાજકોટમાં પેટ્રોલ-ડીઝલ અછતની અફવા: ડીલર એસોસિએશન પ્રમુખ વિરુદ્ધ ગુનો નોંધાયો

રાજકોટ શહેરમાં છેલ્લા દિવસોમાં ઈંધણની અછત અંગેની અફવા ફેલાવાઈ અને શહેરમાં અફરાતફરી સર્જાઇ હતી. આ મામલે રાજકોટ જિલ્લા પેટ્રોલ-ડીઝલ ડીલર એસોસિએશનના પ્રમુખ ગોપાલ ચુડાસમા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તેમને…