ગુજરાતના નવા મંત્રી મંડળ વિષે વિશેષ અહેવાલ, જાણો રહસ્યમય તથ્યો

ગુજરાત મંત્રીમંડળની પુનઃરચનાની લાંબા સમયથી રાહ જોવાતી હતી તે આજે પરિપૂર્ણ થઈ છે. મંત્રીમંડળની પુનઃરચના માં કાર્યક્ષમતા. આવડત. શિક્ષણ. સિનિયોરિટી અનુભવ જેવા “સદગુણો”ના આધારે કરવામાં આવેલ નથી તેવું મંત્રીમંડળની યાદી પરથી જોઈ શકાય છે.

મંત્રી મંડળની સોગંધવિધિ પૂરી થઈ ત્યાં સુધી ઋષિકેશભાઈ પટેલ કનુભાઈ દેસાઈ કુંવરજીભાઈ બાવળીયા પુરુષોત્તમભાઈ સોલંકી ના રાજીનામાં સ્વીકારેલા છે કે નહીં તેની કોઈ સત્તાવાર માહિતી મળવા પામેલ નહોતી અને તેમને સોગંદ વિધિમાં પણ તેમનો સમાવેશ કરવામાં આવેલો નહોતો.
અગાઉના મંત્રી મંડળ માના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત ..ભાનુબેન બાબરીયા.. ડોક્ટર કુબેરભાઈ અને કેટલાકને પડતા મૂકવામાં આવેલા છે અને છ મંત્રીઓને રીપીટ કરવામાં આવે છે.

જે મંત્રીઓને પડતા મૂકવામાં આવેલા છે તેને કેમ પડતા મૂકવામાં આવ્યા છે તેને કોઈ લેખાજોખા મળતા નથી!! બળવંતસિંહ રાજપૂત અબજોપતિ છે અને તેઓ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલ નથી ભાનુબેન બાબરીયા દલિત હોવા સાથેગેર રીતિ માં કોઈ જગ્યાએ તેનું નામ આવેલ નથી. એવી જ રીતે આદિવાસી એવા પ્રોફેસર કુબેરભાઈનું નામ પણ કોઈ કૌભાંડમાં આવેલ નથી છતાં તેમને પડતા મૂકવામાં આવેલા છે!!!

ઉપર જણાવેલ છે તેમ માત્ર જ્ઞાતિવાદ કોમવાદ જાતિ જ્ઞાતિ જેવા કારણોને ધ્યાનમાં રાખી નવા મંત્રીમંડળની રચના થઈ હોય તેમ ઘણા કાર્યકરો મહાત્મા મંદિરમાં જણાવતા હતા.

6 જેટલા પટેલ જ્ઞાતિના. સાત જેટલા ઓબીસી. ચાર આદિવાસી અને ત્રણ દલિત સમાજના ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવેલા છે. કનુભાઈ દેસાઈ અનાવીલ બ્રાહ્મણ છે.. રેવાબા જાડેજા ક્ષત્રિય છે..

લાંબા વર્ષો પછી પ્રથમ વખત ખર્ચાળ એવા મહાત્મા મંદિરમાં મંત્રીની શપથવિધિ નો કાર્યક્રમ યોજવામાં આવેલ છે મહાત્મા મંદિરનું ભાડું ખાનગી લોકો અને ટ્રસ્ટો માટે પણ એક દિવસનું લાખો રૂપિયા હોય છે.

આજે મંત્રીમંડળની પુનરચના થઈ તેનું વિશ્લેષણ કરવામાં આવે તો સી .આર. પાટીલ નું વર્ચસ્વ રહેલું જણાય છે ..અને અમિતભાઈ શાહ નું વર્ચસ્વ ઓછું હોય તેમ દેખાય છે. સી આર પાટીલ.. તેઓ જ્યારે પક્ષ પ્રમુખ હતા ત્યારે સહકારી સંસ્થાની ચૂંટણી માટે જયેશ રાદડિયા ને મેન્ડેડ આપેલો તે મેન્ડેડ જયેશ રાદડિયાએ કચરા ટોપલીમાં પધરાવીને પોતે ચૂંટણી જીતી બતાવેલ તેનાથી સી આર પાટીલ ખૂબ જ નારાજ થયેલા અને જગદીશભાઈ વિશ્વકર્માની શપથવિધિ વખતે પણ તેમણે આ ઉલ્લેખ કરેલો હતો. હવે અમિતભાઈ શાહ જયેશ રાદડિયા ના સૌરાષ્ટ્રના કાર્યક્રમમાં પણ ગયેલા અને મંત્રીમંડળમાં સમાવવા માટે પ્રયત્ન પણ કરેલો પરંતુ જયેશ રાદડિયા નો સમાવેશ આજે કરવામાં આવેલ નથી તે દર્શાવે છે કે સી આર પાટીલનું વર્ચસ્વ યથાવત છે . અમિતભાઈ શાહ લોકસભામાં ગાંધીનગર મત વિસ્તારમાંથી ચૂંટાયેલા છે તેમાં માણસા ગાંધીનગર સાણંદ એ બધા વિસ્તારો આવેલા છે તેમાંથી કોઈને પણ મંત્રી બનાવવામાં આવેલા નથી. એટલે જ આજે અમિતભાઈ શાહ આ કાર્યક્રમમાં શપથવિધિમાં હાજર રહ્યા નથી જ્યારે સીઆર પાટીલ હાજર રહ્યા છે ભૂતકાળની અંદર આનંદીબેન પટેલ અને સ્મૃતિબેન ઈરાનીને ઈગોનો ટકરાવો થતો હતો ત્યારે બંને એક જ કાર્યક્રમમાં કદી સાથે બેઠા નહોતા!!!! આ ઉપરાંત સી આર પાટીલના પટ શિષ્ય ગણાતા ખૂબ જુનિયર હોવા છતાં નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા તેનો અર્થ એ થાય કે સી. આર. પાટીલ જ પાછલા બારણેથી ગુજરાત સરકાર ચલાવશે !!!

અલબત સંગીતાબેન પાટીલને મંત્રીમંડળમાં સમાવવા માટે સી આર પાટીલે પ્રયત્ન કરેલા પરંતુ સામેનું જૂથ પૂર્ણેશભાઈ મોદીને પણ મંત્રી બનાવવા માટે દબાણ કરતું હતું.. આથી આ બંનેને મંત્રી મંડળ માં નિમણૂક આપવામાં આવી નથી અને કદાચ તેના કારણે જ નરેશભાઈ પટેલ નો નંબર લાગી ગયો હશે!!! આ મ મંત્રી મંડળ ની નિમણૂકમાં અગાઉ જણાવી ગયા તેમ કાર્યક્ષમતા. શૈક્ષણિક લાયકાત. વગેરે જોવામાં આવેલ નથી..
કૌશિકભાઇ વેકરીયા ને એટલા માટે લેવામાં આવેલા છે મહેશભાઈ કસવાળા નેમંત્રી મંડળ માં.. નંબર લાગશે તેમ માનીને લાખોના ખર્ચે માથામાં હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવેલા છે એટલે કે બનાવટી વાળ ઉગાડેલા છે વાળ ઉગાડેલા છે છે તેને લેવા નહોતા લેવા એટલે કૌશિકભાઈ વેકરીયા નો નંબર લાગી ગયો છે. આમ તો અમરેલીના પાયલબેન ગોતીને ગોટીને ગોટીને પોલીસે ખૂબ હેરાન કરેલી પોલીસે ખૂબ હેરાન કરેલી તેના કારણે કૌશિકભાઇ વેકરીયા ખૂબ બદનામ થયેલા અને આ કેસમાં હર્ષ ભાઈ સંઘવી નું નામ પણ આવેલું છતાં પણ આ બંનેને પ્રમોશન મળેલું છે!!!!!!

બીજી રસપ્રદ બાબત એ છે કે આપતા નેતાઓએ કાંતિભાઈ અમૃતિયા હર્ષભાઈ સંઘવી કૌશિકભાઇ વેકરીયા વિગેરેની વિરુદ્ધમાં બેફામ નિવેદન બાજી કરેલી હોવા છતાં તેમનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવેલો છે ને પ્રમોશન પણ આપવામાં આવેલા છે!!! કાંતિભાઈ અમૃતિયા અમૃતિયા તો ઘણા વર્ષ જેલમાં પણ ખૂન કેસમાં જઈ આવેલા છે!!!!

હર્ષભાઈ સંઘવી વિજયભાઈ રૂપાણીની જેમ જૈન જ્ઞાતિના છે અલબત્ત તેમનું શૈક્ષણિક લાયકાત ખૂબ જ ઓછી છે પરંતુ તેમનું રાજકીય નોલેજ ખૂબ જ છે ..જેમ સ્મૃતિબેન ઈરાની પણ અંડર ગ્રેજ્યુએટ હતા છતાં તેમનું વહીવટી નોલેજ ખૂબ જ સારું છે.

જુનિયર લાઇબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની નીચે જીતુભાઈ વાઘાણી જેવા ઘણા બધા સિનિયરો કામ કરશે તે ભાજપ માટે નવી વાત નથી કારણ કે મહારાષ્ટ્રની અંદર એક વખતના મુખ્યમંત્રી દેવેન્દ્રભાઈ ફડણવીસ સિનિયર હોવા છતાં તેમના જુનિયર નીચે કામ કરવા તૈયાર થઈ ગયા હતા!!!

અગાઉની સરકારમાં જીતુભાઈ વાઘાણી મંત્રી હતા અને કહેવાય છે કે બિનકાર્યક્ષમ ત્તાના કારણે પડતા મૂકવામાં આવેલા તો આ વખતે ફરીથી પાછા લેવામાં કયા ધારા ધોરણ જોવામાં આવેલા છે તેની કોઈ સ્પષ્ટતા ભાજપે કરી નથી..

આરએસએસના તાલીમના ત્રણ વર્ષ પુરા કરનાર શંકરભાઈ ચૌધરી નો પણ આ વખતે પણ મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવેલો નથી જ્યારે ચુસ્ત કોંગ્રેસ સેવા અર્જુનભાઈ મોઢવાડિયા નો કેબિનેટ મંત્રી તરીકે સમાવેશ કરવામાં આવેલો છે આ છે નવા સમયની ભાજપની રિ તી નતુ નો ઉત્તમ ઉદાહરણ!! ઘણા કાર્યકરો કહેતા હતા કે શંકરભાઈ ચૌધરીની બનાસ ડેરીનો” મસ્કો” નરેન્દ્ર ભાઈ ને માફક આવ્યો નથી!!!

મંત્રીમંડળમાં સમાવવામાં આવેલા પીસી બરંડા 1996માં આદિવાસી હોવાના કારણે સીધી ભરતીથી ડીવાયએસપી બનેલા હતા અને તેમનો ઓર્ડર લાંબા સમય સુધી તે સમયે નીકળેલો નહોતો!!! કોંગ્રેસના ડોક્ટર અનિલભાઈ જોશીયાર અને અવસાનના કારણે તેઓ જીતી શક્યા હતા અગાઉ એક વખત તેમની સામે હારી પણ ગયા હતા. પીસી બરંડા ના ધર્મપત્ની ચંદ્રિકાબેન ડેપ્યુટી કલેક્ટર રહી ચૂક્યા છે.. જ્યારે અમદાવાદના દક્ષાબેન વાઘેલા વાલ્મિકી સમાજના છે દર્શનાબેનની જગ્યાએ અગાઉ ધારાસભ્ય તરીકે ગુજરાત સરકારના સિનિયર સચિવ અને દલિત એવા આરએમ પટેલ ધારાસભ્ય હતા પરંતુ તેમને મંત્રી બનાવવામાં આવેલા નહોતા જ્યારે સામાન્ય જ્ઞાન ધરાવતા દર્શનાબેન વાઘેલાને મંત્રી બનાવવામાં આવેલા છે દર્શનાબેન ના પિતા સફાઈ કર્મચારીઓની કો-ઓપરેટીવ સંસ્થા ચલાવતા હતા ત્યારે ભાજપના નેતાઓને ઉછીના રૂપિયા આપતા હતા!!

સોગંદ વિધિ દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નીરસ અને નિરાશ જણાતા હતા.. કારણ કે જાણવા મળ્યા મુજબ તેઓ દેવ દિવાળી સુધી મંત્રીમંડળની પુનઃરચના કરવાના વિરોધી હતા.

આમ મંત્રીમંડળની પુનઃરચનાથી સામાન્ય લોકોને પડતી વહીવટી મુશ્કેલી ઓછી થવાની કોઈ સંભાવના દેખાતી નથી તો તેનાથી સામાન્ય લોકોને કોઈ ફાયદો નથી. માત્ર ચહેરા બદલવામાં આવેલા છે પરંતુ ચરિત્ર બદલાશે કે કેમ તે તો હવે જોવાનું રહે છે.. ગુજરાત સરકારનો વહીવટ વધુ પારદર્શક અસરકારક અને સ્વચ્છ બને તેવા હેતુ માટેના મંત્રીઓની નિમણૂક કરવામાં આવી હોય તેમ આ મંત્રીઓની લાયકાત અનુભવ શૈક્ષણિકતા વગેરે ના માપદંડમાં બેસતું નથી.

મંત્રીમંડળની પુનઃરચનામાં સી. આર. પાટીલ નું વર્ચસ્વ!!
બળવંતસિંહ.. ભાનુબેન.. મૂળુભાઈ ..રાઘવજી પ્રમાણિક છતાં હકાલપટ્ટી !!
આપના નેતાઓએ જેમને ઉતારી પાડ્યા તેવાઓનો મંત્રીમંડળમાં સમાવેશ!!!!

ગુજરાતની ભાજપની સરકારના ધારાસભ્ય બળવંતસિંહ ..રાઘવજીભાઈ પટેલ .સી જે. ચાવડા .હાર્દિક પટેલ.. અલ્પેશ ઠાકોર જેવાની દશા મિર્ઝાફર જેવી થઈ છે!!! અલ્પેશભાઈ ઠાકોરની લીલી સાહીથી સહી કરવાનું સપના અત્યારે ચકનાચૂર થયા છે.
આ બધા મૂળ કોંગ્રેસીઓ છે!!!


ભારતના ઇતિહાસમાં જય ચંદ અમીચંદ.. મીરઝાફર દાદા દગાબાજી અને વિશ્વાસઘાત માટે કુખ્યાત છે!!!

લગભગ 1757 ના જૂન મહિનામાં બંગાળના પ્લાસીનું યુદ્ધ તે સમયના નવાબ સિરાજુદ્દીન દ વલા એ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના અંગ્રેજો સાથે લડવાનું શરૂ કર્યું ત્યારે તેમની સેનાના સેનાપતિ મીરજાફર અંગ્રેજો સાથે ભળી ગયેલા હતા અને તેના કારણે સિરાજુદ્દીન હારી ગયા હતા એ બાદ અંગ્રેજોએ આવા દગાબાજ અને વિશ્વાસઘાતુ મીરજાફર ને અપમાનિત કરીને કાઢી મુક્યો હતો!!! અત્યારે એવી જ દશા ભાજપે કોંગ્રેસમાંથી આવેલા કેટલાક ધારાસભ્યોની કરી છે!!

બીજી મહત્વની વાત એ છે કે ગુજરાત સરકારના કાયદામાં ક્યાંય નાયબ મુખ્યમંત્રીની પોસ્ટ જ નથી !!!એટલે ગવર્નરે સોગન લેવડાવ્યા છે તે પણ કાયદાની વિરુદ્ધ છે. ભારત સરકારમાં અડવાની જે ફાઈલો નાયબ વડાપ્રધાન હતા ત્યારે જે ફાઈલો વડાપ્રધાનને જોવા આવતી હોય તે તમામ ફાઈલો અડવાણીજીને આવતી હતી એટલે કંઈક કરશે તેઓ નાયબ વડાપ્રધાન ગણી શકાતા હતા!!! જ્યારે ગુજરાતમાં તો અગાઉ નીતિનભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી હતા ત્યારે નાણા આરોગ્ય અને બાંધકામ વિભાગ જ આપવામાં આવેલા હતા એટલે બીજા વિભાગની ફાઈલો તેમની પાસે આવતી જ નહોતી!! આથી તેઓ સાચા અર્થમાં નાયબ મુખ્યમંત્રી હતા જ નહીં!! આમ પણ સરકારમાં નાયબ મુખ્યમંત્રી અંગે નો પોતાનો કોઈ પરિપત્ર કે વિધાનસભામાં ઠરાવ થયો હોય કે બંધારણમાં તેમની જોગવાઈ હોય તેવી કોઈ માહિતી મળતી નથી!! એટલે નાયબ મુખ્યમંત્રી ની જગ્યા એ માત્ર “લોલીપોપ “જ ગણાય છે!!! જોગાનું જોબ નીતિનભાઈ ની હાઈટ પણ ઓછી હતી અને હવે ના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ ની હાઈટ પણ ઓછી છે!!!
આ બીજા કેટલાક લાયક ધારાસભ્યો મંત્રી બની શક્યા નથી તે પણ કડવી હકીકતછે એમાં શંકરભાઈ ચૌધરી નો સમાવેશ થાય છે.

જયચંદ ..અમિચંદ ..મીરજાફર જેવી દશા સી જે ચાવડા.. અલ્પેશ ઠાકોર. હાર્દિક પટેલ.. રાઘવજીભાઈ ..બળવંતસિંહ ની ભાજપ કરી છે!!!!
ગુજરાત સરકારમાં નાયબ મુખ્યમંત્રી નો કોઈ હોદ્દો જ નથી!!!
બનાસ ડેરી નો “મસ્કો “નરેન્દ્ર ભાઈ ને માફક આવ્યો નહીં !!!!

 

(અહેવાલ – કિશોર અંજારિયા)

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

 

  • Related Posts

    “મારી ખેતી મારૂ ગર્વ” – “B-India કૃષિ રત્ન એવોર્ડ – 2026” | PROMO

    ગુજરાતના ખમિરવંતા ખેડૂતોના પરિશ્રમને પારિતોષીત કરવા માટેની B-India Newsની અનોખી પહેલ…. અમે કરી રહ્યા છીએ ગુજરાતના પ્રગતિશીલ અને નવીનતા લાવનાર ખેડૂતોને વિશેષ રીતે સન્માનીત કરવાનો વિનમ્ર પ્રયાસ… “B-India કૃષિ રત્ન…

    ચૈત્ર નવરાત્રી 2026: આજ નવરાત્રીનો બીજો દિવસ, કરો માતા બ્રહ્મચારિણીની ઉપાસના, જાણો પૂજન વિધિ

    ચૈત્ર નવરાત્રી નવ દિવસોનું પવિત્ર હિંદુ તહેવાર છે, જેમાં મા દુર્ગાના અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દરેક દિવસ દેવીના એક વિશેષ સ્વરૂપને સમર્પિત હોય છે. નવરાત્રી 2026 ના બીજા…