શુભમન ગિલે રચ્યો ઇતિહાસ, 21મી સદીમાં આ જાદુઇ આંકડો પાર કરનાર બન્યો પ્રથમ ભારતીય કેપ્ટન

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. પહેલા બેટિંગ કરતા વેસ્ટ ઇન્ડીઝે ફક્ત 162 રન બનાવ્યા. ત્યારબાદ, કેએલ રાહુલ અને શુભમન ગિલે ભારત માટે જોરદાર બેટિંગ કરી અને ટીમને ડ્રાઇવિંગ સીટ પર મૂકી. રાહુલે સંયમિત બેટિંગ સાથે સદી ફટકારી, જ્યારે કેપ્ટન ગિલે અડધી સદી ફટકારી. જોકે, ગિલ પોતાની ઇનિંગ લંબાવી શક્યો નહીં અને 50 રન બનાવીને આઉટ થઈ ગયો.

શુભમન ગિલ 21મી સદીમાં કેપ્ટન તરીકે ઘરઆંગણે પોતાની પહેલી ઇનિંગમાં ફિફ્ટી પ્લસનો સ્કોર બનાવનાર પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો છે. વિરાટ કોહલી, રોહિત શર્મા અને મહેન્દ્ર સિંહ ધોની પણ ઘરે આ કરી શક્યા ન હતા. ત્રણેય ખેલાડીઓએ કેપ્ટન તરીકે ઘરે પોતાની પહેલી ઇનિંગમાં ફિફ્ટી પ્લસનો સ્કોર બનાવ્યો ન હતો. ગિલ પહેલા, ઘરે પોતાની પહેલી ઇનિંગમાં ફિફ્ટી પ્લસનો સ્કોર બનાવનાર છેલ્લા ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કર હતા, જેમણે 1978માં વાનખેડે ખાતે વેસ્ટ ઇન્ડીઝ સામે 205 રન બનાવ્યા હતા.

ગિલે ટેસ્ટમાં ફટકાર્યા 300 ચોગ્ગા
શુભમન ગિલે વેસ્ટ ઈન્ડિઝ સામે જબરદસ્ત બેટિંગ પ્રદર્શન કર્યું, જેનાથી વિરોધી બેટ્સમેનોને પાછળ છોડી દીધા. તેણે પાંચ ચોગ્ગા સહિત 50 રન બનાવ્યા. આ સાથે, તેણે ટેસ્ટ ક્રિકેટમાં 300 ચોગ્ગા ફટકારીને એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી.

કેએલ રાહુલે ફટકારી સદી
મેચના પહેલા દિવસે ભારતીય બોલરોએ જોરદાર પ્રદર્શન કર્યું અને વેસ્ટ ઇન્ડીઝના બેટ્સમેનોને ટકી રહેવાની કોઈ તક આપી નહીં. સિરાજે સૌથી વધુ ચાર વિકેટ લીધી. આખી વેસ્ટ ઇન્ડીઝ ટીમ ફક્ત 162 રનમાં જ સમેટાઈ ગઈ. ત્યારબાદ ભારતીય ટીમ માટે કેએલ રાહુલે 100 રનની ઇનિંગ રમી. તેના સિવાય શુભમ ગિલે 50 રનની ઇનિંગ રમી. યશસ્વી જયસ્વાલે 36 રન બનાવ્યા. ભારતે ચાર વિકેટ ગુમાવીને 226 રન બનાવ્યા છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

વૈભવ સૂર્યવંશી ઓલરાઉન્ડર બનશે: BCCIનો ખાસ પ્લાન 2026 Future Prospect : BCCI Strategy

વૈભવ સૂર્યવંશીને ઓલરાઉન્ડર બનાવવા BCCIનો ખાસ પ્લાન, બોલિંગ કોચે કર્યો મોટો ખુલાસો  વૈભવ સૂર્યવંશી, BCCI News, ભારતીય ક્રિકેટ, Vaibhav Suryavanshi, Team India, Cricket News Gujarati, BCCI Plan, All-rounder, ભારતીય યુવા…

FIFA 2026 FINAL : સ્પેનનું વર્લ્ડ કપ ટાઈટલ, તોરેસ બન્યો મેચનો હીરો!

FIFA World Cup 2026ની રોમાંચક ફાઇનલમાં સ્પેન બન્યું વિશ્વ ચેમ્પિયન, આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું; ફેરાન તોરેસ બન્યો જીતનો હીરો ફૂટબોલની દુનિયાની સૌથી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬નો અંત એક રોમાંચક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *