ફૂટબોલ રમતા રમતા અચાનક પડી ગયા શિલોંગના સાંસદ, રિકી સિંગ્કોનનું થયું નિધન

મેઘાલયની રાજનીતિમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. શિલોંગ લોકસભા બેઠકથી ચૂંટાયેલા સાંસદ રિકી એજે સિંગકોનનું ગુરુવારે સાંજે ફૂટબોલ રમતા રમતા અચાનક નિધન થયું હોવાનું સામે આવ્યું છે. તેઓ મેદાન પર બેભાન થઈને પડી ગયા હતા, બાદમાં હોસ્પિટલમાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.

મેદાન પર અચાનક તબિયત બગડી
માહિતી મુજબ, Voice of the People Party (VPP)ના સાંસદ સિંગ્કોન ગુરુવારે સાંજે માવલાઈ માવિયૉંગ વિસ્તારમાં મિત્રો સાથે ફૂટબોલ રમવા ગયા હતા. મેચ દરમિયાન તેઓ અચાનક મેદાન પર પડી ગયા. ત્યાં હાજર લોકોએ તરત જ તેમને માવિયૉંગ સમુદાય આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે પહોંચાડ્યા. જોકે, હોસ્પિટલમાં તાત્કાલિક ડૉક્ટર ઉપલબ્ધ ન હોવાથી તેમને હાયર સેન્ટર પર રેફર કરવામાં આવ્યા.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન
વધુ સારવાર માટે તેમને જાયાવ સ્થિત ડો. એચ. ગોર્ડન રોબર્ટ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા મુજબ, મેડિકલ ટીમે પૂરતા પ્રયાસો કર્યા છતાં તેમને બચાવી શકાયા નહોતા.

કોનરાડ કે. સંગમાએ વ્યક્ત કર્યો શોક
મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કે. સંગમાએ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરતાં લખ્યું કે, “શિલોંગના માનનીય સાંસદ ડૉ. રિકી એજે સિંગ્કોનના અકાળે થયેલા નિધનથી હું અત્યંત સ્તબ્ધ અને દુઃખી છું. તેઓ સમર્પિત અને કરુણાસભર નેતા હતા, જેમને જનસેવા પ્રત્યે ઊંડો ઉત્સાહ અને પોતાની જનતા પ્રત્યે અડગ પ્રતિબદ્ધતા હતી.” તેમણે પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં ઈશ્વર આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી.

રાજકીય અને સામાજિક વર્તુળોમાં શોક
સિંગ્કોનના અચાનક અવસાનથી મેઘાલયના રાજકીય તથા સામાજિક વર્તુળોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. તેમના સમર્થકો અને પાર્ટી કાર્યકરો માટે આ મોટી ક્ષતિ માનવામાં આવી રહી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

20 ફેબ્રુઆરીથી હવામાનમાં મોટો ફેરફાર, 6 રાજ્યોમાં IMD દ્વારા યેલો એલર્ટ જાહેર

ભારતના India Meteorological Department (IMD) દ્વારા દેશના અનેક રાજ્યો માટે વરસાદ, આંધિ-વીજળી અને કરા પડવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ઋતુ પરિવર્તનની વચ્ચે હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળી રહ્યો છે,…

“તમારો દેશ વધુ મજબૂત બન્યો” – 114 રાફેલ ડીલ પર ટીકા સામે મેક્રોનનો જવાબ

ઇમેન્યુઅલ મેક્રોનએ ભારત સાથેના 114 રાફેલ ફાઇટર જેટના સોદા અંગે થતી ટીકાને નકારી કાઢી છે. પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે આ સોદો ભારતને વધુ મજબૂત બનાવે છે અને…