લાંબા તણાવ બાદ, ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ અંગે કરાર થયો. પરંતુ યુદ્ધવિરામના થોડા કલાકો પછી જ પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું, જેના પર કોંગ્રેસ નેતા શશિ થરૂરે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ઉનકી ફિતરત હૈ મુકરજાને કી, ઉનકે વાદો પે યકીન કેસે કરું.
उसकी फितरत है मुकर जाने की
उसके वादे पे यकीं कैसे करूँ? #ceasefireviolated— Shashi Tharoor (@ShashiTharoor) May 10, 2025
ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા કરાર અંગે કોંગ્રેસના સાંસદ શશિ થરૂર કહે છે કે, ‘આપણે એવી પરિસ્થિતિમાં પહોંચી ગયા હતા જ્યાં તણાવ બિનજરૂરી રીતે નિયંત્રણ બહાર થઈ રહ્યો હતો.’ આપણા માટે શાંતિ જરૂરી છે. સત્ય એ છે કે 1971 ની પરિસ્થિતિ 2025ની પરિસ્થિતિ નથી. તફાવતો છે… આ એવું યુદ્ધ નહોતું જેને આપણે ચાલુ રાખવા માંગતા હતા. અમે ફક્ત આતંકવાદીઓને પાઠ ભણાવવા માંગતા હતા અને તે પાઠ ભણાવી દેવામાં આવ્યો છે. મને ખાતરી છે કે સરકાર પહેલગામ ભયાનક ઘટના માટે જવાબદાર લોકોને ઓળખવા અને ધરપકડ કરવા માટે તેના પ્રયાસો ચાલુ રાખશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમય સુધી ચાલી રહેલા તણાવ બાદ, શનિવારે ઘણા દેશોની મદદથી યુદ્ધવિરામ પર સંમતિ સધાઈ હતી, પરંતુ યુદ્ધવિરામના થોડા કલાકો પછી જ, પાકિસ્તાને ઘણા ભારતીય વિસ્તારોમાં ડ્રોનથી ફાયરિંગ કર્યું અને જમ્મુના નાગરોટ આર્મી બેઝ પર ગોળીબાર થયો.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I






