રશિયન રાષ્ટ્રપતિ ભારત પ્રવાસે: પુતિન અને પીએમ મોદી ફરી દેખાયા એક જ કારમાં

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન શનિવારે સાંજે બે દિવસની ભારત મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા, જ્યાં તેમનું સ્વાગત કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાતે પાલમ એરપોર્ટ પર હાજર રહ્યા. એરપોર્ટ પર સંગીત અને નૃત્ય દ્વારા પુતિનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સ્વાગત બાદનું સૌથી ચર્ચાનું દૃશ્ય રહ્યું, પીએમ મોદી અને પુતિન એક જ ટોયોટા કારમાં સાથે મુસાફરી કરતા, જે ત્રણ મહિનામાં બીજી વખત બન્યું છે. બંને નેતાઓ વચ્ચે વધતી નજીકતાનું આ સ્પષ્ટ ઉદાહરણ માનવામાં આવે છે.

સપ્ટેમ્બરમાં પણ એક જ વાહનમાં ફર્યા હતા બંને નેતાઓ
આ પહેલાં સપ્ટેમ્બર મહિનામાં તિયાનજિન શિખર સંમેલનમાં બંને નેતાઓએ તમામ રાજદ્વારી પ્રોટોકોલને અવગણીને એક જ કારમાં સાથે સફર કરી હતી. આજે ફરી એકવાર બંને નેતાઓ એકતા અને મિત્રતાનું સંદેશ આપતા એક કારમાં મળીને મુસાફરી કરતા જોવા મળ્યા. વિશ્વભરના રાજદ્વારી વિશ્લેષકો આજે પુતિનની ભારત મુલાકાત પર ખાસ નજર રાખી રહ્યા છે, ખાસ કરીને યુક્રેન યુદ્ધ પછી તેમની આ પહેલી ભારત યાત્રા હોવાથી.

ક્રેમલિનનું નિવેદન: પીએમ મોદીની ‘અણધારેલી પહેલ’
પીએમ મોદીએ વિમાનની સીડીઓ પાસે જઈને પુતિનને આવકારતા રશિયાના ક્રેમલિન દ્વારા નિવેદન જારી કરવામાં આવ્યું. તેમાં જણાવાયું કે પીએમ મોદીની આ ઉષ્માભરી ચાલ અણધારેલી હતી અને રશિયન અધિકારીઓને તેની પૂર્વ જાણ કરવામાં આવી નહોતી. ક્રેમલિન અનુસાર, આ સ્વાગત શૈલી ભારતીય-રશિયન મિત્રતાની ગાઢતા દર્શાવે છે.

પુતિનની ભારત મુલાકાત — સંપૂર્ણ સમયપત્રક
4 ડિસેમ્બર — પહેલી સાંજ
– નવી દિલ્હીમાં આગમન
– પાલમ એરપોર્ટ પર પીએમ મોદી દ્વારા સ્વાગત
– 7, લોક કલ્યાણ માર્ગ (પીએમ નિવાસસ્થાન) ખાતે અનૌપચારિક ચર્ચા
– પીએમ મોદીના નિવાસસ્થાને ખાનગી રાત્રિભોજન

5 ડિસેમ્બર — દ્વિતીય દિવસ
– રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત
– રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ
– હૈદરાબાદ હાઉસ ખાતે દ્વિપક્ષીય અને પ્રતિનિધિમંડળ સ્તરની ચર્ચાઓ
– અગ્રણી ભારતીય ઉદ્યોગપતિઓની ભાગીદારીની શક્યતા
– ભારત-રશિયા બિઝનેસ ફોરમમાં ભાગ
– રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત ભોજન
– મોસ્કો માટે પ્રસ્થાન

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

BLO માટે સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત, રાજ્ય સરકારોને કામનો ભાર ઘટાડવા અપિલ

બૂથ લેવલ ઓફિસર્સ (BLO) પર વધતા કામના ભાર અને તાજેતરમાં બનેલાં દુઃખદ બનાવોને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે આજે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટે રાજ્ય સરકારો તેમજ રાજ્ય ચૂંટણી પંચોને માનવતાવાદી…

અમેરિકા પોતે રશિયાથી યુરેનિયમ ખરીદે છે, તો ભારત પર આક્ષેપ કેમ? – પુતિનનો ટ્રંપને કટાક્ષ

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન બે દિવસીય ભારત પ્રવાસે આવી પહોંચ્યા છે, અને આ મુલાકાત રશિયા–યુક્રેન યુદ્ધ પછીની પહેલી ભારત મુલાકાત હોવાથી વિશેષ મહત્વ ધરાવે છે. નવી દિલ્હીમાં આપેલા ઇન્ટરવ્યુમાં પુતિને…