યુદ્ધની વચ્ચે ઈરાનના સમર્થનમાં રશિયા, પુતિનનું મોટું નિવેદન; નવા નેતા મોજતબા ખામેનેઇને અભિનંદન

મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે રશિયાએ ઈરાનને ખુલ્લું સમર્થન આપ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જણાવ્યું છે કે ચાલુ સંઘર્ષ વચ્ચે રશિયા ઈરાનની સાથે મજબૂતીથી ઉભું છે અને તેહરાનને તેમનું અટુટ સમર્થન ચાલુ રહેશે. સોમવારે આપેલા નિવેદનમાં પુતિને ઈરાનના નવા નેતા મોજતબા ખામેનેઇને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે મોજતબા ખામેનેઇ તેમના પિતા અયાતુલ્લાહ અલી ખામેનેઇના કાર્યને આગળ વધારશે અને ઈરાનના લોકોને એકજૂટ રાખશે.

પુતિને જણાવ્યું કે હાલની પરિસ્થિતિમાં ઈરાન સશસ્ત્ર હુમલાઓનો સામનો કરી રહ્યું છે અને આવી મુશ્કેલ સ્થિતિમાં નેતૃત્વ કરવું હિંમત અને પ્રતિબદ્ધતાની મોટી કસોટી છે. રશિયા આવા સમયે પોતાના ઈરાની મિત્રોની સાથે એકતા દર્શાવે છે અને દરેક મુશ્કેલીમાં ઈરાનની સાથે ઉભું રહેશે.

આ પહેલા પુતિને શુક્રવારે મોડી રાત્રે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે ફોન પર વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ અલી ખામેનેઇ, તેમના પરિવારના સભ્યો, રાજકીય અને લશ્કરી નેતાઓ તથા અનેક નાગરિકોના મૃત્યુ પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. આ દરમિયાન પુતિને યુક્રેન સંકટ મુદ્દે પશ્ચિમી દેશોને જવાબદાર ઠેરવ્યા. સરકારી ટીવી કાર્યક્રમ “મોસ્કો, ક્રેમલિન, પુતિન” સાથેની મુલાકાતમાં તેમણે કહ્યું કે યુક્રેનમાં સત્તા પરિવર્તન માટે પશ્ચિમી દેશોના સમર્થનથી આ સંઘર્ષની શરૂઆત થઈ હતી.

પુતિન મુજબ યુક્રેન સંકટની શરૂઆત તખ્તાપલટ માટે મળેલા બાહ્ય સમર્થનથી થઈ, ત્યારબાદ ક્રિમિયા સંબંધિત ઘટનાઓ અને પછી દક્ષિણ-પૂર્વ યુક્રેનના ડોનબાસ વિસ્તારમાં થયેલા સંઘર્ષથી પરિસ્થિતિ વધુ ગંભીર બની. તેમણે દાવો કર્યો કે આ સમગ્ર સંકટમાં રશિયાની સીધી ભૂમિકા નથી, પરંતુ તે પશ્ચિમી નીતિઓનું પરિણામ છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

#OMG/ ગજબ કર્યો નર્મદા જીલ્લાનાં ચોરે, શિવલિંગની કરી ચોરી !

નર્મદાઃ ગોરા ગામના અશોક વાટિકા પરિસરમાં ચોરી
શિવલિંગ, નંદી અને કાચબાની પ્રતિમાની ચોરી
મિત્રેશ્વર મહાદેવ મંદિરનો બનાવ
શ્રદ્ધાળુઓમાં ઘટનાને લઇ ભારે આક્રોશ અને આશ્ચર્ય
સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ
પ્રતિમાઓ ક્યાં ગઈ તે અંગે તપાસની માંગ ઉઠી
પોલીસે હાથ ધરી વધુ તપાસ

#Election/ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને દાહોદ પોલીસ એલર્ટ મોડ પર

દાહોદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પોલીસ એલર્ટ શહેરમાં કાયદો અને વ્યવસ્થા માટે ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું LCB, SOG સહિત તમામ પોલીસ ટીમો અભિયાનમાં જોડાઈ શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર રખાઇ રહી છે નજર પોલીસ દ્વારા નિર્ભય મતદાન માટે લોકોને અપીલ કરાઈ