ઈરાન-ફ્રાન્સ વિવાદ: હોર્મુઝ જળમાર્ગ બંધ, મેક્રોને ઈરાનને આપી ચેતવણી

અમેરિકા અને ઈઝરાયલના હુમલાઓ બાદ હવે ઈરાન અને ફ્રાન્સ વચ્ચે તણાવ વધી રહ્યો છે. ઈરાનએ વિશ્વના મુખ્ય જળમાર્ગ હોર્મુઝ (Strait of Hormuz) પરથી કોઈપણ કન્ટેનર અથવા માલ વાહન હવલાત રોકી દીધા છે, જેના કારણે ફ્રાન્સે ગુસ્સો વ્યક્ત કર્યો છે. ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને ઈરાનને સોમવારે કડક શબ્દોમાં ચેતવણી આપી છે.

હોર્મુઝ જળમાર્ગ પર અસર
હોર્મુઝ જળમાર્ગ વિશ્વનો સૌથી મહત્વનો વેપારી માર્ગ છે અને તે બંધ થતાં તેલની કિંમતમાં ઝડપી વધારો થયો છે. આ કારણે અનેક દેશોના કન્ટેનરો ફસાઈ ગયા છે અને સપ્લાય ચેન પર ગહિરું પ્રભાવ પડી રહ્યો છે.

ઈરાનના સુરક્ષા અધિકારીની ટિપ્પણી
ઈરાનના ટોચના સુરક્ષા અધિકારી અલી લારિજાનીએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે, “અમેરિકા-ઈઝરાયલે ઈરાનમાં યુદ્ધ ભડકાવ્યું છે, જેના કારણે હોર્મુઝમાં કોઈપણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા સ્થાપિત કરવી મુશ્કેલ થઈ ગઈ છે. હોર્મુઝ ખોલવાની યોજના યુદ્ધ સમર્થકો દ્વારા ચાલી રહી છે.”

ફ્રાન્સની યોજના
ફ્રાન્સ હોર્મુઝ જળમાર્ગમાં કન્ટેનર જહાજો અને તેલ ટેન્કરોની સુરક્ષા માટે સૈન્ય એસ્કોર્ટ મિશન શરૂ કરવા ઈચ્છે છે. જોકે, મધ્ય-પૂર્વમાં યુદ્ધ ચાલુ હોવાને કારણે આ ઓપરેશન હજુ શરૂ નથી થઈ શક્યું. હોર્મુઝ માર્ગ પરથી દૈનિક અંદાજે 20% વૈશ્વિક ક્રુડ તેલની સપ્લાય થાય છે, જેના કારણે હોર્મુઝ બંધ થવાથી વૈશ્વિક બજારમાં ઊંચી અસ્થીરતા જોવા મળી છે.

ફ્રાન્સના મિશનની યોજના રક્ષણાત્મક છે અને તેમાં યુરોપ અને અન્ય આંતરરાષ્ટ્રીય દેશો પણ સામેલ થઈ શકે છે. હોર્મુઝ જળમાર્ગની સુરક્ષા અને ખોલવાની પ્રક્રિયા હવે વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ રાજકીય અને આર્થિક ચર્ચાનો વિષય બની ગઈ છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

#OMG/ ગજબ કર્યો નર્મદા જીલ્લાનાં ચોરે, શિવલિંગની કરી ચોરી !

નર્મદાઃ ગોરા ગામના અશોક વાટિકા પરિસરમાં ચોરી
શિવલિંગ, નંદી અને કાચબાની પ્રતિમાની ચોરી
મિત્રેશ્વર મહાદેવ મંદિરનો બનાવ
શ્રદ્ધાળુઓમાં ઘટનાને લઇ ભારે આક્રોશ અને આશ્ચર્ય
સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ
પ્રતિમાઓ ક્યાં ગઈ તે અંગે તપાસની માંગ ઉઠી
પોલીસે હાથ ધરી વધુ તપાસ

#Election/ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને દાહોદ પોલીસ એલર્ટ મોડ પર

દાહોદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પોલીસ એલર્ટ શહેરમાં કાયદો અને વ્યવસ્થા માટે ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું LCB, SOG સહિત તમામ પોલીસ ટીમો અભિયાનમાં જોડાઈ શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર રખાઇ રહી છે નજર પોલીસ દ્વારા નિર્ભય મતદાન માટે લોકોને અપીલ કરાઈ