મેસીવ સ્કોર: મુંબઈએ 217 રનથી બતાવી તાકાત
ટોસ હારીને પ્રથમ બેટિંગ માટે ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં માત્ર 2 વિકેટે 217 રનનો વિશાળ સ્કોર કર્યો. રાયન રિકેલ્ટન (61) અને રોહિત શર્મા (53) વચ્ચેcentury partnership થઈ. બાદમાં સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાએ પણ 48-48 રનની તોફાની ઇનિંગ રમી. રાજસ્થાન તરફથી માત્ર મહેશ થીકશન અને રિયાન પરાગે એક-એક વિકેટ મેળવી.
કર્ણ-બોલ્ટની ધમાકેદાર બોલિંગ, RRનો પતન
મુંબઈનો વિજય ત્યાં અટક્યો નહિ. જવાબમાં ખેલવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની ટીમ 16.1 ઓવરમાં માત્ર 117 રન પર ઓલઆઉટ થઈ ગઈ. આ આરઆરનો IPL ઇતિહાસમાં બીજો સૌથી મોટો પરાજય છે (પહેલો 2023માં RCB સામે 112 રનથી). કર્ણ શર્મા અને ટ્રેન્ટ બોલ્ટે ત્રણ-ત્રણ વિકેટ લીધી, જ્યારે બુમરાહે બે અને ચહર-હાર્દિકે એક-એક વિકેટ ઝૂંટવી.
અવિશ્રામ વિજય શ્રેણી: પોઈન્ટ ટેબલમાં Top પર પહોંચ્યું મુંબઈ
આ જીત સાથે મુંબઈ ઈન્ડિયન્સે સતત છઠ્ઠો વિજય મેળવ્યો છે. ટીમે અત્યાર સુધી 11માંથી 7 મેચ જીતી છે અને તે હવે 14 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે, નેટ રન રેટ 1.274 છે. રોયલ્સ માટે બીજી મોટી હાર નિરાશાજનક સાબિત થઈ — તેમની પાસે માત્ર 6 પોઈન્ટ છે અને નેટ રન રેટ -0.780 થઈ ગયો છે.
IPL 2025ની તાજેતરની પોઈન્ટ ટેબલ:
| ટીમ | W | L | PCT | PTS | NRR |
|---|---|---|---|---|---|
|
1
Mumbai Indians |
7
|
4
|
.636
|
14
|
1.274
|
|
2
Royal Challengers Bengaluru |
7
|
3
|
.700
|
14
|
0.521
|
|
3
Punjab Kings |
6
|
3
|
.667
|
13
|
0.199
|
|
4
Gujarat Titans |
6
|
3
|
.667
|
12
|
0.748
|
|
5
Delhi Capitals |
6
|
4
|
.600
|
12
|
0.362
|
|
6
Lucknow Super Giants |
5
|
5
|
.500
|
10
|
-0.325
|
|
7
Kolkata Knight Riders |
4
|
5
|
.444
|
9
|
0.271
|
|
8
Rajasthan Royals |
3
|
8
|
.273
|
6
|
-0.78
|
|
9
Sunrisers Hyderabad |
3
|
6
|
.333
|
6
|
-1.103
|
|
10
Chennai Super Kings |
2
|
8
|
.200
|
4
|
-1.211
|
2012 પછી જયપુરમાં મળેલી પહેલી જીત
આ મુકાબલો વિશેષરૂપે યાદગાર બન્યો કારણ કે મુંબઈ ઈન્ડિયન્સે 2012 પછી જયપુરના સાવાઈ માનસિંહ સ્ટેડિયમમાં પ્રથમ વખત રાજસ્થાન સામે જીત નોંધાવી છે. આ જીત મુંબઈની IPL ઇતિહાસમાં ત્રીજી સૌથી મોટી વિજય ગણાય છે.


















