RCB vs CSK: CSK ને 2 રને હરાવી, RCB પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં શનિવારે ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી રોમાંચક મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ને 2 રનની કસેલી જીત સાથે હરાવી અને પ્લેઓફની દાવેદારી મજબૂત બનાવી છે. આ જીત પછી RCB 16 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઈ છે, જ્યારે CSK પોતાની નવમી હાર સાથે 10મા સ્થાને લૂળી પડી છે.

RCBની ઇનિંગ્સ – 213/5 (20 ઓવરમાં)
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી RCB એ શાનદાર શરૂઆત કરી. ઓપનર્સ જેકબ બેથેલ (55 રન, 33 બોલ) અને વિરાટ કોહલી (62 રન, 33 બોલ) વચ્ચે 97 રનની ભાગીદારી થઇ. બેથેલે 8 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.

આ પછી મધ્ય ક્રમમાં દેવદત્ત પડિકલ (17), રજત પાટીદાર (11) અને જીતેશ શર્મા (7) જલદી આઉટ થયા. પરંતુ રોમારિયો શેફર્ડએ અંતિમ ઓવરોમાં તોફાની બેટિંગ કરતા માત્ર 14 બોલમાં 53 રન (5 છગ્ગા, 4 ચોગ્ગા) ફટકારી આરસીબીને 213 સુધી પહોંચાડ્યું. CSK તરફથી મથિશા પથિરાનાએ 3 વિકેટ, જ્યારે નૂર અહમદ અને સેમ કુરનને 1-1 સફળતા મળી.

CSKની ઇનિંગ્સ – 211/5 (20 ઓવરમાં)
જવાબમાં લક્ષ્યનો પીછો કરતા CSK ની શરૂઆત નબળી રહી. શેખ રશીદ (14) અને સેમ કુરન (5) જલદી આઉટ થયા. ત્યારબાદ 17 વર્ષીય આયુષ મ્હાત્રે (94 રન, 48 બોલ) અને રવિન્દ્ર જાડેજા (77 રન, 45 બોલ)* વચ્ચે ત્રીજી વિકેટ માટે 114 રનની ભાગીદારી થઈ.

આયુષ મ્હાત્રેના બેટમાંથી 9 ચોગ્ગા અને 5 છગ્ગા નીકળ્યા. અંતિમ ઓવરોમાં ધોની (12) અને દુબે (8*) પ્રયાસ કર્યા છતાં ટીમ 2 રનથી પછાત રહી ગઈ. ડેવાલ્ડ બ્રેવિસ ખાતું ખોલ્યા વિના આઉટ થયા. RCB માટે લુંગી એનગીડી સૌથી સફળ બોલર રહ્યા, જેમણે 3 વિકેટ ઝડપી. કૃણાલ પંડ્યા અને યશ દયાલે પણ 1-1 વિકેટ લીધી.

Related Posts

હિંમતનગરમાં રાજ્યકક્ષાની ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ… 2026

હિંમતનગરમાં રાજ્યકક્ષાની ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ, 4 દિવસ સુધી વિવિધ રમતોમાં પોલીસ જવાનો અજમાવશે કૌશલ્ય સાબરકાંઠાના હિંમતનગર ખાતે આજથી રાજ્યકક્ષાની પ્રતિષ્ઠિત ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ થયો છે. રાજ્ય પોલીસ વિભાગ દ્વારા યોજાતી આ રમતોત્સવ જેવી ટુર્નામેન્ટમાં ગુજરાતભરમાંથી પોલીસ કર્મચારીઓ અને વિવિધ પોલીસ એજન્સીઓની ટીમો ભાગ લઈ રહી છે. આગામી ચાર દિવસ સુધી ચાલનારી આ સ્પર્ધામાં એથ્લેટિક્સ અને સાયકલિંગ સહિતની વિવિધ રમતગમતની સ્પર્ધાઓ યોજાશે. હિંમતનગરમાં યોજાઈ રહેલી આ રાજ્યકક્ષાની ટુર્નામેન્ટનું યજમાનપદ આ વખતે સાબરકાંઠા પોલીસને મળ્યું છે. ટુર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે ગાંધીનગર રેન્જના આઈ.જી.પી. વીરેન્દ્રસિંગ યાદવના વરદ હસ્તે સ્પર્ધાને ખુલ્લી મૂકવામાં આવી હતી. પ્રારંભિક કાર્યક્રમ દરમિયાન પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને વિવિધ ટીમોના ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. -> ચાર દિવસ સુધી રમતગમતનો માહોલ : ‘DGP કપ’ ટુર્નામેન્ટ આગામી…

ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા Universityફરી વિવાદમાં… Clarity 2026

ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા Universityફરી વિવાદમાં, યુનિફોર્મ સહિત અનેક મુદ્દે વિદ્યાર્થીઓનું હલ્લાબોલ University ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) ફરી એકવાર વિદ્યાર્થીઓના વિરોધને લઈને ચર્ચામાં આવી છે. યુનિફોર્મ સહિત વિદ્યાર્થીઓને આપવામાં આવતા પેપર અને અન્ય શૈક્ષણિક બાબતોમાં વધુ નાણાં વસૂલવામાં આવતા હોવાના આક્ષેપો સાથે વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હોવાની માહિતી સામે આવી છે. છેલ્લા કેટલાક દિવસથી વિદ્યાર્થીઓની ફરિયાદો અને રજૂઆતો બંધ બારણે ચાલતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો, પરંતુ આજે વિદ્યાર્થીઓ દ્વારા ખુલ્લેઆમ વિરોધ પ્રદર્શન કરવામાં આવતા સમગ્ર મામલો સપાટી પર આવ્યો છે. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, તેમની કેટલીક સમસ્યાઓ અંગે અગાઉથી University તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જોકે, તેમની ફરિયાદોનું યોગ્ય નિરાકરણ ન આવતા અંતે વિદ્યાર્થીઓને વિરોધનો માર્ગ અપનાવવો પડ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *