Radhanpur : રાધનપુર પંથકમાં સગીરા પર દુષ્કર્મ, નરાધમે ગર્ભવતી બનાવતા ચકચાર મચી

રાધનપુર પંથકમાં વધુ એક સગીરા હવાસનો ભોગ બની છે. રાધનપુર પંથકમાં છેલ્લા ઘણા સમયથી અવનવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જ્યાં 16 વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી બનાવવામાં આવી છે. જેને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. રાધનપુરના એક ગામે વાડી વિસ્તારમાં રહેતી સગીરાએ રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે,

આ પણ વાંચો :- અમરેલીમાં શિક્ષણ જગતને કલંકિત કરતો વધુ એક કિસ્સો, નરાધમ શિક્ષકે 2 વિદ્યાર્થિની સાથે આચર્યુ દુષ્કર્મ

ઠાકોર અશોકભાઈ ભલાભાઇ મારી વાડી વિસ્તારની બાજુના ખેતરના ઘરમાં રહેતા હોવાથી તેઓ અવારનવાર મારા ઘરની આગળથી નીકળતા હતા. જેના કારણે મારે તેમની સાથે પરિચય થયેલ અને થોડા દિવસ પછી અમારા ખેતર નજીક આવેલી કેનાલ પાસે ઘાસ વાઢતી હતી. તેવા સમયે અશોક ઠાકોર મારી પાસે આવીને મને કેનાલ નજીક આવેલી બાવળની ઝાળીમાં લઈ ગયો હતો અને મારી સાથે દુષ્કર્મ કર્યું હતું અને ત્યારબાદ 15 દિવસ પછી બીજી વાર હું કેનાલ નજીકના ખેતરમાં જતા ફરી અશોક ઠાકોર આવેલ અને મને બાવળની ઝાડીમાં લઈ મારી સાથે ફરી દુષ્કર્મ આચર્યું હતું.

આ પણ વાંચો :- સુરતમાં નરાધમે ઘર આંગણે રમતી 4 બાળકીઓ સાથે વિકૃત હરકત કરી, લોકોએ જાહેરમાં ચખાડ્યો મેથીપાક

આમ થોડા દિવસ પછી અમે બંને અલગ થઈ ગયા હતા અને આઠ માસ બાદ પેટમાં દુખાવો થતા તમામ હકીકત મેં મારી માતા અને મારા પરિવારને જણાવી હતી. ત્યારબાદ મારી માતા મને રાધનપુરની પ્રાઇવેટ હોસ્પિટલ અને ત્યારબાદ સરકારી હોસ્પિટલમાં લાવતા હું સગર્ભા જણાઈ હતી. અને રાધનપુર સરકારી હોસ્પિટલમાં મેં આઠ માસ બાદ એક બાળકને જન્મ આપ્યો હતો અને હાલ મારી તબિયત સારી હોવાથી હું સંપૂર્ણ ભાનમાં છું. અને મને ઘરે રજા આપી દીધેલ છે. ત્યારે રાધનપુર પોલીસ મથકે અશોક ભલાભાઇ ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અન્ય મંત્રીઓના PA-PS નિમણૂકની કરાઈ જાહેરાત, જુઓ યાદી

ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણ બાદ તમામ મંત્રીઓ માટે ખાતાની ફાળવણી બાદ હવે અંગત સચિવ (PA), અધિક અંગત સચિવ અને મદદનીશ સ્ટાફની નિમણૂક પણ કરી લેવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી…

ગુજરાત બોર્ડે જાહેર કરી નવી પરીક્ષા તારીખો, ધૂળેટીના દિવસે યોજાનાર પેપરમાં મોટો ફેરફાર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાની નવી તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ધૂળેટીના દિવસે પરીક્ષા રાખવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ વિરોધ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *