સાઉથ સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ “ધ રાજા સાબ” 9 જાન્યુઆરી 2026ના રોજ રિલીઝ થઇ અને ફેન્સમાં જોરદાર હિટ સાબિત થઈ છે. ફિલ્મ રિલીઝ થયા બાદ પહેલા દિવસે સારી કમાણી કરી, જ્યારે બીજા દિવસે થોડી ઘટ આવી, પરંતુ ત્રીજા દિવસે ફરી કલેક્શન વધ્યું અને તે 100 કરોડ રૂપિયાનું મીલસ્ટોન પાર કરી, જે બોક્સ ઓફિસ પર મહત્વપૂર્ણ સિદ્ધિ છે.
બોક્સ ઓફિસ કલેક્શન:
– પેઇડ પ્રીવ્યૂ: ₹9.15 કરોડ
– પ્રથમ દિવસ: ₹53.75 કરોડ
– બીજા દિવસ: ₹26.00 કરોડ
– ત્રીજા દિવસ (પ્રારંભિક): ₹20.12 કરોડ
– કુલ કલેક્શન: ₹109.02 કરોડ
આ સાથે ‘ધ રાજા સાબ’એ 2025ની હિટ ફિલ્મ ‘વોર 2’ નો રેકોર્ડ તોડી નાખ્યો, જે 100 કરોડ ક્લબમાં ચાર દિવસમાં પ્રવેશી હતી.
ફિલ્મ સ્ટારકાસ્ટ અને માહિતી:
– રોલમાં: પ્રભાસ, સંજય દત્ત, માલવિકા મોહનન, નિધિ અગ્રવાલ, બોમન ઈરાની, રિદ્ધિ કુમાર
– ડાયરેકશન: મારુતિ
– પ્રોડક્શન: પીપલ મીડિયા ફેક્ટરી
– શૈલી: હોરર-કોમેડી
– બજેટ: ₹400 કરોડ
– બોક્સ ઓફિસ ટાર્ગેટ: ₹800 કરોડ
ફેન્સ માટે વિશેષ:
ફિલ્મે પહેલા ત્રણ દિવસમાં જ સારા પ્રતિસાદ સાથે ટોચનો કલેક્શન હિટ નોંધાવી, જેને કારણે બોક્સ ઓફિસ પર પ્રભાસના ફેન્સમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






