ભારતીય ક્રિકેટ ચાહકો માટે રવિવારનો દિવસ નિરાશાજનક રહ્યો છે. ન્યુઝીલેન્ડે ઈન્દોરમાં રમાયેલી ત્રીજી અને નિર્ણયકારી વન-ડે મેચમાં ભારતને ૪૧ રનથી હરાવીને 2-1 થી સિરીઝ પોતાના નામે કરી લીધી છે. આ ન્યુઝીલેન્ડના ક્રિકેટ ઈતિહાસમાં ભારતની ધરતી પર પ્રથમ દ્વિપક્ષીય વન-ડે સિરીઝ જીતવાનો પ્રસંગ છે. ભારતીય ટીમની કોચ ગૌતમ ગંભીર હેઠળ રમતી ટીમ માટે આ પરાજય મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.
કિવી બેટ્સમેનોનો પ્રભાવી પ્રદર્શન
સિરીઝ 1-1 ની બરાબરી પર હતી અને ત્રીજી મેચ ‘કરો અથવા મરો’ જેવી હતી. ન્યુઝીલેન્ડના ગ્લેન ફિલિપ્સ અને ડેરીલ મિશેલે શાનદાર સદી ફટકારીને ભારત સામે વિશાળ સ્કોર બનાવ્યો. ભારતીય બોલરો કિવી બેટ્સમેનો પર કાબુ મેળવવામાં નિષ્ફળ રહ્યા, જેના કારણે મહેમાન ટીમ મજબૂત સ્થિતિમાં રહી.
ભારતની નબળી શરૂઆત અને કોહલીની લડત
લક્ષ્ય પીછો કરતી ભારતીય ટીમની શરૂઆત સારી નહોતી. વિરાટ કોહલીએ એકલા શાનદાર લડત આપી હતી, પરંતુ અન્ય બેટ્સમેનોની સાથે ન મળતા ટીમ અંતે 41 રનથી હારી ગઈ. ગયા ઓક્ટોબરમાં વન-ડે ટીમ કમાન સંભાળનાર કેપ્ટન શુભમન ગિલ હજુ પણ પોતાની પ્રથમ સિરીઝ જીતવાનો ઇંતેજાર કરી રહ્યો છે.
ન્યુઝીલેન્ડ બની ‘બોગી ટીમ’
ગયા વર્ષે ન્યુઝીલેન્ડે ભારતને ઘરઆંગણે ટેસ્ટ સિરીઝમાં 3-0 થી વ્હાઇટવોશ કર્યો હતો. હવે વન-ડેમાં પણ હાર આપીને તેઓ ભારત માટે તમામ ફોર્મેટમાં મજબૂત પ્રતિસ્પર્ધી સાબિત થઈ રહ્યા છે. સિરીઝની પ્રથમ મેચ જીત્યા પછી ભારતની ટીમ લય ગુમાવતી રહી, જે ટીમ મેનેજમેન્ટ માટે ચિંતાજનક છે. આ ઐતિહાસિક વિજય સાથે ન્યુઝીલેન્ડે વર્ષની શાનદાર શરૂઆત કરી છે, જ્યારે ભારતીય ચાહકો પોતાના ઘરઆંગણે સિરીઝ ગુમાવતા નિરાશ થયા છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






