દશેરા પહેલા ગુજરાતમાં રાજકીય ઉથલપાથલ: ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલ સાથે કરી મુલાકાત, જાણો વિગત

ગુજરાતના રાજકારણમાં મોટી હલચલનું સંકેત મળ્યું છે. દશેરા તહેવાર પહેલા રાજ્યમાં મંત્રીમંડળમાં ફેરફાર થવાની શકયતાઓ વધી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે ગાંધીનગર રાજભવન ખાતે મહત્વની મુલાકાત કરી છે. મુલાકાત લગભગ 20 મિનિટ સુધી ચાલ્યો હતો અને તેને લઈને રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે.

PM મોદીની મુલાકાત બાદ તાત્કાલિક રાજ્યપાલને મળ્યા CM
મુખ્યમંત્રીએ તાજેતરમાં દિલ્લી જઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરી હતી. અહેવાલો મુજબ, આ મુલાકાત દરમિયાન તેમણે ગુજરાતના સંભવિત મંત્રીમંડળ વિસ્તરણ, નવા પ્રદેશ પ્રમુખની પસંદગી, તેમજ આગામી ચૂંટણી માટેની રણનીતિ અંગે ચર્ચા કરી હતી.

મંત્રીમંડળમાં ફેરફાર માટે લીલીઝંડી?
સૂત્રો મુજબ, હવે મંત્રીમંડળના વિસ્તરણ માટે PM મોદીની મંજૂરી મળી ગઈ છે. જેમાં:
– નોન-પરફોર્મિંગ મંત્રીઓને બદલી શકાય છે
– તબીયત અને વિવાદોનો સામનો કરનાર મંત્રીઓને પણ દૂર કરાશે
– જાતિગત સંતુલન, યુવા નેતાઓ અને પ્રદર્શનક્ષમ હેરાઓને તક મળશે

નવા પ્રદેશ પ્રમુખની પણ શક્યતા
CM સાથે દિલ્હી મુલાકાત દરમિયાન કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ, સંગઠન મંત્રી રત્નાકર, અને પાર્ટીના ઉચ્ચપદાધિકારીઓ વચ્ચે ભાજપના નવા ગુજરાત પ્રદેશ પ્રમુખ વિશે પણ ચર્ચા થઈ હતી. તેમનું નામ હવે “ફાઇનલ” થઇ ગયું હોવાની અટકળો છે.

અધિકારીઓના પર્ફોર્મન્સ પર પણ નજર
આ મંત્રણા દરમિયાન, રાજ્યના અધિકારીઓના કામગીરીના મૂલ્યાંકન, તેમજ આગામી ચૂંટણી માટે સશક્ત વહીવટીતંત્ર તૈયાર કરવાનો પણ એજન્ડા છે.

ગુજરાતમાં દશેરા પહેલા રાજકીય રીતે મોટો ફેરફાર થવાની શકયતા છે. જે મંત્રીઓ પારદર્શિતા, કાર્યક્ષમતા અને લોકસંપર્કમાં નિષ્ફળ રહ્યા છે, તેમને બદલીને નવા ચહેરા સાથે વિશ્વાસ પાત્ર અને કાર્યકષમ સરકાર ઘડવાની તૈયારી ચાલુ છે.

Related Posts

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય, આગામી 24 કલાક માટે કમોસમી વરસાદની આગાહી

રાજ્યના હવામાનમાં ફરી એકવાર પલટો આવ્યો છે. ઉત્તર પાકિસ્તાનથી દક્ષિણ મધ્ય પ્રદેશ સુધી સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે.…

ગુજરાતમાં મહેસૂલ વિભાગમાં મોટા પાયે પ્રમોશન: તલાટી વર્ગ 3 અને કારકૂન કર્મચારીઓની એકસાથે બઢતી

ગુજરાતના મહેસૂલ વિભાગમાં વહિવટી સ્તરે મોટા પાયે ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે અંદાજે 800 કર્મચારીઓને એકસાથે પ્રમોશન આપ્યું છે. આ સાથે, 80 નાયબ મામલતદારોને વિવિધ જિલ્લાઓમાં બદલીના ઓર્ડર પણ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *