PBKS vs KKR: પંજાબે કોલકાત્તાને હરાવ્યું, તોડ્યો 16 વર્ષ જૂનો રેકોર્ડ

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025માં એક ઐતિહાસિક મેચ જોવા મળી. યુઝવેન્દ્ર ચહલના નેતૃત્વમાં પંજાબ કિંગ્સના બોલરોએ શાનદાર પ્રદર્શન આપ્યું અને માત્ર 111 રનના લક્ષ્યાંકનો સફળતાપૂર્વક બચાવ કરીને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે 16 રનથી જીત હાંસલ કરી. મેચ દરમિયાન પંજાબે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. તેમનો ઈનિંગ માત્ર 15.3 ઓવરમાં 111 રન પર સમાપ્ત થયો હતો. જવાબમાં, KKRની ટીમ 15.1 ઓવરમાં 95 રન પર ઓલઆઉટ થઈ ગઈ. આ સાથે પંજાબે IPL ઇતિહાસમાં સૌથી ઓછા લક્ષ્યાંકનો સફળ બચાવ કર્યો છે.

CSKનો 16 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
આ જીત સાથે પંજાબે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)નો 2009માં બનાવેલો રેકોર્ડ તોડી નાખ્યો છે. 2009માં, ડરબનમાં CSKએ પંજાબ સામે 117 રનનો લક્ષ્યાંક સફળતાપૂર્વક બચાવ્યો હતો, ત્યારે પંજાબની ટીમ 92 રન પર ઓલઆઉટ થઈ હતી. હવે પંજાબે માત્ર 112 રનનું લક્ષ્યાંક આપીને પણ જીત મેળવી છે.

ચહલનો જાદૂ
મેચના હીરો બન્યા યુઝવેન્દ્ર ચહલ, જેમણે 4 ઓવરમાં માત્ર 17 રનમાં 4 વિકેટ લીધી. ચહલની સ્પિન સામે KKRના બેટ્સમેન એક પછી એક પેવિલિયન ભેગા થયા. પાછલા સીઝનમાં પંજાબે KKR સામે IPLના પોતાના ઇતિહાસમાં સૌથી મોટો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો, જ્યારે આ વર્ષે સૌથી નાનો લક્ષ્યાંક સફળતાપૂર્વક બચાવ્યો. બંને ટીમો વચ્ચેની મેચો હંમેશા રોમાંચક રહી છે.

IPLમાં સૌથી ઓછો ડિફેન્ડેડ સ્કોર

સ્કોર ટીમ વિરુદ્ધ સ્થળ વર્ષ
111 પંજાબ કેકેઆર મુલ્લાનપુર 2025
116/9 સીએસકે પંજાબ ડર્બન 2009
118 હૈદરાબાદ મુંબઈ મુંબઈ 2018
119/8 પંજાબ મુંબઈ ડર્બન 2009
119/8 હૈદરાબાદ પુણે પુણે 2013

Related Posts

વંદે ભારત ટ્રેને રચ્યો ઇતિહાસ: સુરતથી અમદાવાદ માત્ર આટલા સમયમાં થયું જીવંત હૃદયનું સફળ પરિવહન 2026 : Success

વંદે ભારત એક્સપ્રેસે રચ્યો ઇતિહાસ: પ્રથમ વખત જીવંત હૃદયનું સફળ પરિવહન, સુરતથી અમદાવાદ સુધી સમય સામેની જંગમાં મોટી સિદ્ધિ ભારતીય રેલવેએ રચ્યો ઇતિહાસ: વંદે ભારત એક્સપ્રેસ મારફતે પ્રથમ વખત જીવંત હૃદયનું સફળ પરિવહન, યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટમાં થશે પ્રત્યારોપણ અમદાવાદ  ભારતીય રેલવેએ પ્રથમ વખત વંદે ભારત એક્સપ્રેસ મારફતે સુરતથી અમદાવાદ સુધી જીવંત હૃદયનું સફળ પરિવહન કર્યું. RPF, ગુજરાત પોલીસ અને તબીબી ટીમના ગ્રીન કોરિડોરથી હૃદય સમયસર યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ પહોંચાડાયું. ભારતીય રેલવેએ આરોગ્ય સેવાઓના ક્ષેત્રમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરીને દેશના પરિવહન ઈતિહાસમાં નવું પાનું ઉમેર્યું છે. પ્રથમ વખત વંદે ભારત એક્સપ્રેસ દ્વારા **જીવંત હૃદય (Live Heart)**નું સફળતાપૂર્વક પરિવહન કરવામાં આવ્યું છે. સુરતથી અમદાવાદ સુધી આ જીવનરક્ષક અંગને સમયસર અને સંપૂર્ણ સુરક્ષા સાથે પહોંચાડવામાં આવ્યું, જેના આધારે…

ભારતમાં મોબાઇલ નિકાસમાં 165 ગણો જંગી ઉછાળો, આંકડો ₹2.59 લાખ કરોડ પાર Growth

મોબાઇલ નિકાસમાં ભારતનો મોટો ઉછાળો: એક દાયકામાં નિકાસ 165 ગણી વધી, ₹2.59 લાખ કરોડનો આંકડો પાર કેન્દ્ર સરકારના આંકડા મુજબ ભારતની મોબાઇલ ફોન નિકાસમાં છેલ્લા એક દાયકામાં જંગી વધારો થયો છે. મોબાઇલ નિકાસ 165 ગણી વધીને ₹2.59 લાખ કરોડ સુધી પહોંચી છે. જાણો મેન્યુફેક્ચરિંગ, રોજગાર અને ‘મેક ઇન ઇન્ડિયા’ માટે તેનો અર્થ. નવી દિલ્હી: ભારતના ઇલેક્ટ્રોનિક્સ અને મોબાઇલ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારના આંકડા મુજબ છેલ્લા એક દાયકામાં ભારતની મોબાઇલ ફોન નિકાસમાં આશરે 165 ગણો વધારો થયો છે અને તે ₹2.59 લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે. મોબાઇલ ઉત્પાદન ક્ષેત્રમાં થયેલો આ ઝડપી વિકાસ ભારતની બદલાતી ઔદ્યોગિક ક્ષમતા અને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં દેશની વધતી ભૂમિકા તરફ સંકેત કરે છે. એક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *