ODI વર્લ્ડ કપ: ભારતની મહિલા ટીમે સાઉથ આફ્રિકાને હરાવી ઈતિહાસ રચ્યો

ક્રિકેટ પ્રેમીઓ માટે 2 નવેમ્બર 2025નો દિવસ ક્યારેય ભૂલાઈ શકતો નથી. આજે ભારતની મહિલા ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કરી વર્લ્ડ કપમાં પ્રથમ વખત ચેમ્પિયન બનાવ્યો છે. ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે ભારતીય ટીમે 298 રનના લક્ષ્ય સાથે મેચ જીતી વિશ્વભરમાં ગર્વનો વિષય બની.

શેફાલી વર્માની શાનદાર ઇનિંગ
સેમિફાઇનલની નિરાશાને પાછળ છોડીને શેફાલીએ ફાઇનલમાં શ્રેષ્ઠ ODI ઇનિંગ રમી, માત્ર 78 બોલમાં 87 રન બનાવ્યા હતા. તેમણે ઈનિંગમાં સાત ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા, જે તેમની ODI કારકિર્દીનો સર્વોચ્ચ સ્કોર છે. 28મી ઓવરમાં આઉટ થતાં તેમણે સદી ચૂકી ગઈ હોવા છતાં ટીમ માટે મહત્વપૂર્ણ રન પ્રદાન કર્યા.

ભારતે બનાવ્યો 298 રનનો ટાર્ગેટ
ભારતીય ટીમે 50 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને કુલ 298 રન બનાવ્યા. દીપ્તિ શર્મા અને શેફાલી વર્માએ ફિફ્ટી ફટકારી ટીમને મજબૂત પોઝિશનમાં મૂક્યું. દક્ષિણ આફ્રિકાને ટાર્ગેટ આપવા પહેલા ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ ભારતની બેટિંગ અને બાઉલિંગ પ્રદર્શનથી મેચમાં સાબિત થયું કે ભારત વિશ્વ વિજેતા બનવા લાયક છે.

ભારતની મહિલા ટીમની આ જીત માત્ર રમત જ નહીં, પરંતુ મહિલાઓના ક્રિકેટ માટે એક ઇતિહાસિક સિદ્ધિ તરીકે પણ યાદ રાખવામાં આવશે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

બજેટ પર પીએમ મોદીનું પહેલું નિવેદન આવ્યું સામે, જાણો શું કહ્યું

ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણે રવિવારે લોકસભામાં દેશનું સામાન્ય બજેટ 2026 રજૂ કર્યું. આ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું બીજું બજેટ અને નાણામંત્રી નિર્મલા સીતારમણનું નવમું બજેટ છે. બજેટ રજૂ કરતી વખતે…

પોરબંદરમાં રાજ્યકક્ષાના 8મા આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનારનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો, જાણો શું કહ્યું વનમંત્રીએ

ગુજરાત ઈકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (GEER) ફાઉન્ડેશન દ્વારા સાંદિપની આશ્રમ, પોરબંદર ખાતે ‘વિશ્વ વેટલેન્ડ દિવસ’ ના પૂર્વે દિને ‘વેટલેન્ડ્સ એન્ડ ટ્રેડિશનલ નોલેજ: સેલિબ્રેટિંગ કલ્ચરલ હેરીટેજ’ વિષય પર બે દિવસીય ‘8માં…