હોટલોમાં પનીરના નામે ‘એનાલોગ’ નહીં, રાજ્ય સરકારે જાહેર કર્યો કડક આદેશ

Food and Drug Control Administration (FDCA) દ્વારા રાજ્યના હોટલ, રેસ્ટોરન્ટ અને તૈયાર ખોરાકના વેપારીઓ માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. હવે પનીરના નામે વેચાતા કોઈપણ ડુપ્લીકેટ પનીર અથવા એનાલોગ (Vegetable-Fat Paneer Alternative) પર સખ્ત પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

મુખ્ય બાબતો
હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં જો પનીરની જગ્યાએ વેજિટેબલ ફેટ અથવા સ્ટાર્ચ પરથી બનેલ એનાલોગ પનીર ઉપયોગ થાય, તો તેના વિષે મેન્યુકાર્ડ, બોર્ડ કે અન્ય જાણકારી સ્પષ્ટ રીતે દર્શાવવી ફરજિયાત રહેશે. આ નિયમોનો અમલ 4 એપ્રિલ, 2026થી ચુસ્તપણે કરવામાં આવશે. ખોટી માહિતી આપવી અથવા ગ્રાહકોને ભ્રમિત કરવી ‘ભ્રામક વેપાર પ્રથા’ ગણાશે અને કડક કાયદેસરની કાર્યવાહી થશે. પેકેજિંગ અને લેબલિંગમાં સંપૂર્ણ પારદર્શિતા રાખવી ફરજિયાત છે. ફુડ સેફ્ટી ઓફિસર્સ હોટલોમાં આકસ્મિક તપાસ, નિરીક્ષણ અને સેમ્પલિંગ કરશે.

સરકારનું ધ્યેય
આ પગલાંના માધ્યમથી ગ્રાહકોને ખોરાકની ગુણવત્તા અને સલામતી અંગે ખોટી માહિતીથી બચાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. બજારમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનોના વધતા ઉપયોગને અટકાવવાનું મુખ્ય લક્ષ્ય છે.

કાયદેસર આધાર
આ નીતિ ખાદ્ય સુરક્ષા અને સલામતી અધિનિયમ, 2006ની કલમો 23, 24, 53 અને 59 હેઠળ બહાર પાડવામાં આવી છે. નિયમોના ઉલ્લંઘન પર કડક કાર્યવાહી, દંડ અને વ્યવસાયિક પરવાનગી રદ થવા જેવી કાર્યવાહી થઈ શકે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    મક્કામાં પાકિસ્તાન, તુર્કીયે અને સાઉદી અરેબિયા વચ્ચે ઐતિહાસિક સંરક્ષણ કરાર, NATO જેવી ગઠબંધનની ચર્ચા તેજ

    પશ્ચિમ એશિયામાં વધતા સુરક્ષા પડકારો અને આંતરરાષ્ટ્રીય રાજકીય ફેરફારો વચ્ચે સાઉદી અરેબિયા, તુર્કીયે અને પાકિસ્તાને એક મહત્વપૂર્ણ સંરક્ષણ કરાર કર્યો છે. મક્કામાં થયેલા આ કરારને ત્રણેય દેશો વચ્ચેના સૈન્ય અને વ્યૂહાત્મક સંબંધોને નવી દિશા આપનાર પગલું માનવામાં આવી રહ્યું છે. આ કરાર એવા સમયે થયો છે જ્યારે મધ્ય પૂર્વમાં વિવિધ સંઘર્ષો, સુરક્ષા જોખમો અને પ્રાદેશિક તણાવ સતત વધી રહ્યા છે. ત્રણેય દેશોએ પોતાની સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત કરવા અને એકબીજા સાથે સહયોગ વધારવા માટે આ કરાર પર સહમતિ વ્યક્ત કરી છે. આ મહત્વપૂર્ણ બેઠકમાં સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, તુર્કીયેના રાષ્ટ્રપતિ રજબ તૈયપ એર્દોગન, પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ અને પાકિસ્તાનના સેના પ્રમુખ અસીમ મુનીર સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. સંયુક્ત રક્ષણનો સંકલ્પ, એક પર હુમલો…

    થાઈલેન્ડની શાળામાં અંધાધૂંધ ગોળીબાર, હુમલાખોર સહિત 7ના મોત

    થાઈલેન્ડમાં ફરી એકવાર ગોળીબારની ગંભીર ઘટના સામે આવી છે. રાજધાની બેંગકોકને અડીને આવેલા નોન થાબુરી પ્રાંતના બેંગ ક્રૂઆઈ જિલ્લામાં આવેલી એક શાળામાં શુક્રવારે અચાનક અંધાધૂંધ ગોળીબાર થતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. દેબસિરિન નોનથાબુરી સ્કૂલમાં બનેલી આ ઘટનામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત કુલ 6 લોકોના મોત થયા હતા, જ્યારે ગોળીબાર કરનાર વિદ્યાર્થીએ બાદમાં પોતાને ગોળી મારી દેતાં મૃત્યુઆંક વધીને 7 થયો છે. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે બેંગકોકની વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. ગોળીબારથી શાળામાં મચી અફરાતફરી પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, શાળામાં અચાનક ગોળીઓના અવાજો સંભળાયા બાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ગભરાટ ફેલાયો હતો. ઘણા લોકો જીવ બચાવવા માટે સુરક્ષિત સ્થળે દોડી ગયા હતા. એક 18 વર્ષના વિદ્યાર્થીએ જણાવ્યું કે શરૂઆતમાં તેને…