ઈરાન-અમેરિકા તણાવ વધ્યો: અમેરિકી F-15 જેટ તોડી પડાયું, પાયલોટ પર ઈનામ જાહેર

મધ્ય પૂર્વમાં તણાવ વધુ ઉગ્ર બન્યો છે, કારણ કે ઈરાન એ યુનાઇટેડ સ્ટેટ્સ નું શક્તિશાળી F-15E Strike Eagle ફાઈટર જેટ તોડી પાડ્યાનો દાવો કર્યો છે. આ ઘટનાના પગલે ગુમ થયેલા અમેરિકી પાયલોટને પકડવા માટે ઈરાન તરફથી આશરે 55 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે.

ઈરાનના હગીલુયેહ-બોયર અહમદ પ્રાંતના ગવર્નરે સ્થાનિકોને અપીલ કરી છે કે જો કોઈ આ પાયલોટને પકડીને સોંપશે, તો તેને મોટું ઈનામ આપવામાં આવશે. આ દરમિયાન ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) અને સ્થાનિક પોલીસ દ્વારા વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.

અમેરિકી સંરક્ષણ અધિકારીઓના જણાવ્યા અનુસાર, દુર્ઘટનાગ્રસ્ત થયેલા F-15E વિમાનમાં બે પાયલોટ સવાર હતા. જેમાંથી એકને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરવામાં આવ્યો છે, જ્યારે બીજો પાયલોટ હજુ પણ ઈરાનની સરહદમાં ગુમ છે. યુનાઇટેડ સ્ટેટ્સ એ પોતાના પાયલોટને બચાવવા માટે રેસ્ક્યૂ મિશન શરૂ કર્યું છે, પરંતુ ઈરાની દળો તરફથી ભારે ફાયરિંગનો સામનો કરવો પડી રહ્યો છે.

ઈરાને વધુમાં દાવો કર્યો છે કે તેણે A-10 Thunderbolt II પર પણ હુમલો કર્યો હતો, જે બાદ તે કુવૈત તરફ જઈને ક્રેશ થયું. જોકે, તેનો પાયલોટ ઈજેક્ટ થઈને બચી ગયો હોવાનું કહેવાય છે.

ઈરાની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘર ગાલીબાફ એ અમેરિકાને નિશાન બનાવીને કહ્યું કે, “સત્તા પરિવર્તન માટે શરૂ કરાયેલ યુદ્ધ હવે માત્ર એક પાયલોટની શોધ સુધી મર્યાદિત બની ગયું છે.”

આ ઘટનાને કારણે બંને દેશો વચ્ચે સીધા જમીની યુદ્ધની શક્યતાઓ વધતી જોવા મળી રહી છે. 2003 ના Iraq War બાદ પહેલીવાર કોઈ યુદ્ધ દરમિયાન અમેરિકી ફાઈટર જેટ આ રીતે તોડી પાડવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

હાલ સમગ્ર વિશ્વની નજર ગુમ થયેલા પાયલોટ પર છે. જો તે જીવતો ઈરાનના હાથમાં આવશે, તો આ સંઘર્ષ વધુ ગંભીર અને ખતરનાક વળાંક લઈ શકે છે. આગામી કલાકો મધ્ય પૂર્વની સ્થિતિ માટે અત્યંત નિર્ણાયક બની શકે છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    થાઈલેન્ડની શાળામાં અંધાધૂંધ ગોળીબાર, હુમલાખોર સહિત 7ના મોત

    થાઈલેન્ડમાં ફરી એકવાર ગોળીબારની ગંભીર ઘટના સામે આવી છે. રાજધાની બેંગકોકને અડીને આવેલા નોન થાબુરી પ્રાંતના બેંગ ક્રૂઆઈ જિલ્લામાં આવેલી એક શાળામાં શુક્રવારે અચાનક અંધાધૂંધ ગોળીબાર થતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. દેબસિરિન નોનથાબુરી સ્કૂલમાં બનેલી આ ઘટનામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત કુલ 6 લોકોના મોત થયા હતા, જ્યારે ગોળીબાર કરનાર વિદ્યાર્થીએ બાદમાં પોતાને ગોળી મારી દેતાં મૃત્યુઆંક વધીને 7 થયો છે. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે બેંગકોકની વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. ગોળીબારથી શાળામાં મચી અફરાતફરી પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, શાળામાં અચાનક ગોળીઓના અવાજો સંભળાયા બાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ગભરાટ ફેલાયો હતો. ઘણા લોકો જીવ બચાવવા માટે સુરક્ષિત સ્થળે દોડી ગયા હતા. એક 18 વર્ષના વિદ્યાર્થીએ જણાવ્યું કે શરૂઆતમાં તેને…

    2026 પંજાબ ભાજપ અકાલી દળ ગઠબંધન : ભાજપ અને અકાલી દળનું ગઠબંધન ફરી થશે? પીએમ મોદી અને સુખબીર બાદલની મુલાકાત બાદ રાજકીય અટકળો તેજ

    પીએમ નરેન્દ્ર મોદી અને શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલ વચ્ચે થયેલી મુલાકાત બાદ ભાજપ-અકાલી દળના ગઠબંધનને લઈને રાજકીય ચર્ચાઓ તેજ બની છે. જાણો સમગ્ર ઘટનાક્રમ અને તેની રાજકીય અસર. ભાજપ અને અકાલી દળનું ગઠબંધન ફરી શરૂ થશે? પીએમ મોદી-સુખબીર બાદલની મુલાકાત બાદ રાજકીય અટકળો તેજ પંજાબના રાજકારણમાં ફરી એકવાર મોટા ફેરફારની અટકળો તેજ બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શિરોમણી અકાલી દળ (SAD)ના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલ વચ્ચે થયેલી મુલાકાત બાદ ભાજપ અને અકાલી દળ વચ્ચે ફરીથી ગઠબંધન થઈ શકે તેવી ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં જોર પકડી રહી છે. બંને પક્ષ તરફથી આ મુલાકાત અંગે કોઈ સત્તાવાર રાજકીય જાહેરાત કરવામાં આવી નથી, તેમ છતાં આ બેઠકને લઈને અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે. એક સમય…