અમદાવાદ જિલ્લામાં મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 100 મીટર લાંબો 13મો સ્ટીલ બ્રિજ સફળતાપૂર્વક તૈયાર થયો છે. રાજ્યમાં કુલ 17 સ્ટીલ બ્રિજમાં આ બ્રિજ ગુજરાતમાં ત્રીજો સૌથી મોટો છે.
બુલેટ ટ્રેન માટે વાયડક્ટ સ્પાન-બાય-સ્પાન સ્ટ્રક્ચર્સની મદદથી બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેમાં દરેક સ્પાન ૩૦થી ૫૦ મીટર સુધીનો છે. આ લાઇન કાલુપુર અને શાહપુર મેટ્રો સ્ટેશન વચ્ચે આવેલ અંડરગ્રાઉન્ડ મેટ્રો ટનલ ઉપરથી પસાર થાય છે.
સ્ટ્રક્ચર અને સલામતી
બ્રિજના ફાઉન્ડેશનને ટનલથી દૂર રાખવામાં આવ્યા હતા જેથી સ્ટ્રક્ચરનો લોડ ટનલ પર ન પહોંચે. બ્રિજની લંબાઈ ૧૦૦ મીટર રાખી ગઇ હતી અને સાઇટ પર ટેમ્પરરી ટ્રેસલ્સ પર 16.5મીટર ઊંચાઈ પર એસેમ્બલ કરવામાં આવ્યું. એસેમ્બલી પછી ટેમ્પરરી સપોર્ટ્સ દૂર કરીને બ્રિજને સ્થિર સપોર્ટ સિસ્ટમ પર સ્થિર કરવામાં આવ્યું.
બ્રિજનો વજન 1098 મેટ્રિક ટન છે, ઊંચાઈ ૧૪ મીટર અને પહોળાઈ 15.5 મીટર છે. બ્રિજ વડસા, મહારાષ્ટ્રની વર્કશોપમાં ફેબ્રિકેટ કરવામાં આવ્યો હતો અને ટ્રેલરો દ્વારા સાઇટ પર લાવવામાં આવ્યો.
ટેક્નિકલ વિશેષતા
મેઇન સ્ટ્રક્ચર માટે 11.5 ટ 100 મીટર માપનો ટેમ્પરરી પ્લેટફોર્મ બનાવાયું હતું. બ્રિજ 45,168 ટોર્સ-શીયર હાઈ સ્ટ્રેન્થ (TTTHS) બોલ્ટ્સ સાથે જોડાયેલું છે. ટકાઉપણું વધારવા માટે ZR25 પ્રોટેક્ટિવ પેઇન્ટિંગ અને એલાસ્ટોમેરિક બેરિંગ્સ લગાવવામાં આવ્યા છે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટના આ મહત્વપૂર્ણ બ્રિજ નિર્માણથી પ્રોજેક્ટની ગતિ અને સલામતી બંનેમાં વધારો થશે અને અમદાવાદ-મુંબઈ વચ્ચેની ટ્રેન લાઇન વધુ મજબૂત બનશે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






