ચાલુ કારમાં ભીષણ આગ: શહેરા-ગોધરા હાઇવે પર મોટી દુર્ઘટના ટળી, ચાર લોકોનો આબાદ બચાવ

આજ રોજ શહેરા-ગોધરા હાઇવે પર વાઘજીપુર ચોકડી નજીક એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં હાઇવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જસ્નમાં ડ્રાઇવર સહિત ચાર લોકો સવાર હતા, પરંતુ ડ્રાઇવરની સતર્કતાથી ચારેય મુસાફરો સમયસર કારમાંથી બહાર નીકળી ગયા અને મોટી જાનહાનિ ટળી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, કાર હાઇવે પરથી પસાર થઈ રહી હતી ત્યારે તેમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે થોડી જ ક્ષણોમાં સમગ્ર કાર બળીને ખાખ થઈ ગઈ હતી. ગાડીમાંથી ઉઠતી ધુમાડાની ગાઢ વાદળો અને ભયાનક જ્વાળાઓ જોઈને આસપાસના વાહનચાલકોમાં દહેશત પ્રસરી ગઈ હતી.

આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકોએ તરત શહેરા પાલિકા ફાયર વિભાગને જાણ કરી હતી. જોકે ફાયર બ્રિગેડ પહોંચી તે પહેલાં જ આખી કાર ખાખ થઈ ચૂકી હતી. ફાયર ફાઇટરે આગ પર કાબૂ મેળવ્યા બાદ રસ્તા પરના કાટમાળને હટાવવાની કામગીરી હાથ ધરી હતી, જેના કારણે રસ્તો થોડા સમય માટે બંધ રાખવો પડ્યો હતો.

અંતે, આગને સંપૂર્ણપણે કાબૂમાં લેતા હાઇવે ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જોકે ઘટનાએ તમામને હચમચાવી મૂક્યાં છે કે ચાલતી કારમાં આવી રીતે આગ લાગી શકે છે. આ ઘટનામાં કોઇ જાનહાનિ નહીં થતા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ઈરાનના નાતાન્ઝ પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો, અમેરિકા અને ઇઝરાયલે કર્યો હુમલો

ઈરાનના સૌથી મહત્વપૂર્ણ નાતાન્ઝ પરમાણુ સુવિધા પર મોટો હુમલો કરવામાં આવ્યો છે. ઈરાની મીડિયા અનુસાર, અમેરિકા અને ઈઝરાયલે સંયુક્ત રીતે ભારે બોમ્બમારો કર્યો હતો. રાહતની વાત એ છે કે આ…

સૈનિક શાળાઓને લઈ રાજનાથ સિંહે કરી મોટી જાહેરાત, જાણો શું કહ્યું

દેશની સંરક્ષણ તૈયારીઓ અને રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની ભાગીદારીને એક નવો પરિમાણ આપતા, કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મોટી જાહેરાતો કરી છે. સૈનિક સ્કૂલ ઘોરાખલના ડાયમંડ જ્યુબિલી સમારોહને સંબોધતા, તેમણે દેશભરમાં…