મહાશિવરાત્રી મેળો શાંતિપૂર્ણ સંપન્ન થયો છે. મહાશિવરાત્રીનો મેળો 22 ફેબ્રુઆરીએ શરૂ થયો હતો. જે 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીની મધ્યરાત્રીએ સાધુ-સંતોના સ્નાન બાદ આ મેળો સંપન્ન થયો છે. પાંચ દિવસ દરમિયાન યોજાયેલા આ મેળામાં ભાવિકોએ આવી પુણ્યનું ભાથું બાંધ્યું હતું. જે બાદ શાંતિપૂર્ણ માહોલમાં મેળો સંપન્ન જાહેર કરવામાં આવ્યો હતો.
-> મધ્યરાત્રીએ સાધુ સંતોએ કર્યું સ્નાન :- સૌથી પહેલા ભવનાથ મંદિરની આરતી, ત્યારબાદ તમામ અખાડાના ઇષ્ટદેવને મૃગીકુંડમાં સ્નાન કરાવવામાં આવ્યું હતું. જે બાદ તમામ સાધુ-સંતો દ્વારા આ મૃગીકુંડમાં આસ્થાની ડૂબકી લગાવવામાં આવી હતી. ગઈકાલે રાત્રે નાગા સાધુઓની રવાડી અને વિવિધ અખાડાઓના સંતો મહંતો ભાવિકોને દર્શન આપવા નીકળ્યા હતા. જેના દર્શન માટે સાંજથી જ લોકો કતાર બધં બેઠેલા જોવા મળતા હતા.
જુના અખાડા, આહવાન અખાડા, પચં અિ અખાડા અને કિન્નર અખાડાઓના મહામંડલેશ્વરો ઉપરાંત વિવિધ આશ્રમોના મહામંડલેશ્વર અને તેના સેવકો ધર્મ ધજા સાથે જોડાયા હતા. દત્ત ભગવાનની પાલખી, ત્યારબાદ ગણેશજી અને ગાયત્રી માતાજીની પાલખી નીકળી હતી. બેન્ડબાજાના સથવારે નીકળેલ રવેડીમાં આ વર્ષે સૌપ્રથમવાર અખાડાઓના મહામંડલેશ્વરો ટ્રેકટરમાં અને વિન્ટેજ કારમાં બેસી તળેટી વિસ્તારમાં નગર ચર્યાએ નીકળ્યા હતા. તમામ લોકો રવાડીના આ દ્રશ્યો જોઈ ભાવવિભોર થઈ ગયા હતા.






