કાળી ચૌદસ 2025 : આ તંત્ર-મંત્ર સાધનાઓથી દૂર કરો ભૂત પ્રેત અને શત્રુ બાધાઓ

કૃષ્ણ પક્ષની ચતુર્દશી એટલે કે કાળી ચૌદસ આ વર્ષે 19 ઓક્ટોબર, રવિવારના રોજ ઉજવાશે. તાંત્રિક સાધના અને દુષ્ટ શક્તિઓના નિવારણ માટે આ રાત્રિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસ અને રાત્રિ તંત્ર, મંત્ર અને યંત્ર સાધનાઓ માટે અત્યંત શક્તિશાળી ગણાય છે. ભક્તોએ મહાકાળી, ભૈરવ, હનુમાનજી જેવી શક્તિ રૂપ દેવી-દેવતાઓની પૂજા કરી શકો છો અને અનેક બાધાઓ દૂર કરી શકશો.

શુભ મુહૂર્ત – 19 ઓક્ટોબર, રવિવાર
– સવારે 8:05 થી 12:34 – લાભ, અમૃત
– સાંજે 6:09 થી 10:51 – શુભ, અમૃત

મુખ્ય તંત્ર-મંત્ર પ્રયોગો:
1. મહાકાળી મંત્ર સાધના (શત્રુ નાશ અને રક્ષણ માટે)
મંત્ર:
ૐ ક્રીં
ૐ ક્રીં કાલી નમઃ
ૐ ક્રીં કાલીકાયૈ નમઃ
3, 6 કે 9 માળા સંકલ્પ સાથે ઉચ્ચાર કરો.

2. મહાકાળી મંત્ર મંગલમય રક્ષણ માટે
મંત્ર:”જયંતિ મંગલા કાલી ભદ્રકાલી કૃપાલીની…”
3 માળા જાપથી શત્રુ બાધા દૂર થાય.

3. વિઘ્ન નિવારણ માટે હનુમાન મંત્ર
મંત્ર:ॐ નમો હનુમંતયે ભય ભંજનાય સુખમ્ કુટુ સ્વાહા
રાત્રે લાલ વસ્ત્ર પહેરી 7 માળા કરવી.

4. કોર્ટ કચેરીથી મુક્તિ માટે હનુમાન ચાલીસા
ધૂપ દીપ સાથે 7 વખત હનુમાન ચાલીસા પઠન કરવું.

5. ભૂત પ્રેત અને શત્રુ બાધા નિવારણ માટે ભૈરવ મંત્ર
મંત્ર: ॐ હ્રીં ભૈરવ ભૈરવ ભયકરહરમ રક્ષ રક્ષ હું ફટ સ્વાહા
– કાળભૈરવની ઉપાસનાથી રાક્ષસ, પિશાચ વગેરેનો ભય નાશ પામે.

ખાસ સૂચના:
પ્રત્યેક સાધનાથી પહેલા શૌચ રાખવું, સ્વચ્છ વસ્ત્ર પહેરવું, દેવી-દેવતાને ધૂપ, દીપ, પુષ્પ, પ્રસાદ અર્પણ કરી પ્રયોગ કરવો.

શા માટે છે કાળી ચૌદસ ખાસ?
– તંત્ર-મંત્ર-યંત્ર સાધના માટે શ્રેષ્ઠ દિવસ
– દુષ્ટ શક્તિઓનું નાશ
– કોર્ટ કેસ, શત્રુ બાધા, આરોગ્ય સમસ્યા, આવકમાં વિઘ્ન જેવી મુશ્કેલીઓમાંથી મુક્તિ માટે અસરકારક
– ભગવાન હનુમાન અને કાળ ભૈરવની કૃપા મેળવવા માટે શ્રેષ્ઠ અવસર

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભાવનગરમાં ‘ચેરિટી ભવન’નું ખાતમુહૂર્ત

ભાવનગર : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કાયદા વિભાગ હસ્તકની સંયુક્ત ચેરિટી કમિશનરની કચેરી, ભાવનગર તેમજ જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી, ભાવનગર માટે નવનિર્મિત થનાર ‘ચેરિટી ભવન’નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.…

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ₹ 509.23 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરતા હર્ષ સંઘવી

ભાવનગર શહેરના સર્વાંગી વિકાસ, આધુનિકીકરણ તથા આંતરમાળખાકીય સુવિધાઓમાં નોંધપાત્ર વધારો કરવા માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કુલ રૂ. 509.23 કરોડના વિવિધ વિકાસ કામો, જેમાં રૂ. 140.83 કરોડના ખર્ચે 35 વિકાસ કામોના…