ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની 5 મેચની T20 સિરીઝની ચોથી મેચ ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ, જેમાં ન્યુઝીલેન્ડે શ્રેષ્ઠ પ્રદર્શન કરી પોતાની સિરીઝની પહેલી જીત મેળવી. ટોસ હાર્યા છતાં કિવી ટીમે બેટિંગ અને બોલિંગમાં પોતાનું દબદબું બતાવ્યું.
ન્યુઝીલેન્ડે બનાવ્યો મોટો સ્કોર
ટોસ હારી ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 215 રનનો મજબૂત સ્કોર તૈયાર કર્યો. ઓપનર્સ ટિમ સાઈફર્ટે 36 બોલમાં 62 અને ડેવોન કોનવે 23 બોલમાં 44 રન બનાવ્યા, જે પ્રથમ વિકેટ માટે ઝડપી શરૂઆત રહી.
બાદમાં ડેરિલ મિચેલે 18 બોલમાં 39 રન બનાવ્યા અને ટીમ સ્કોર 200 રનના પાર પહોંચાડ્યો. ભારતીય બોલર્સ—અર્શદીપ સિંહ અને કુલદીપ યાદવે—2-2 વિકેટ લીધી, પરંતુ અન્ય બોલર્સ ન્યુઝીલેન્ડના બેટ્સમેનોને રોકવામાં નિષ્ફળ રહ્યા.
ભારતના સ્ટાર બેટ્સમેન નિષ્ફળ
ભારતની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. અભિષેક શર્મા પહેલા બોલમાં ગોલ્ડન ડક પર આઉટ થયા, જ્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ વહેલું પવેલિયન પર પાછા ગયા. ટોપ ઓર્ડર તૂટી પડ્યા બાદ શિવમ દુબેએ 23 બોલમાં 65 રનની ઝગમગ ઇનિંગ રમી, પરંતુ અન્ય બેટ્સમેનોના અભાવે ભારત દબાણમાં રહી ગયું. રિંકુ સિંહે 30 બોલમાં 39 રન બનાવ્યા, જ્યારે સંજુ સેમસન 15 બોલમાં ફક્ત 24 રન કરી શક્યા. ભારતીય ટીમ 18.4 ઓવરમાં 165 રન પર ઓલઆઉટ થઈ.
ન્યુઝીલેન્ડના બોલર્સનો જાદુ
ન્યુઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનરે શાનદાર 3 વિકેટ લીધા. ઈશ સોઢી અને જેકબ ડફે 2-2 વિકેટ લીધી. આ જીતથી ન્યુઝીલેન્ડનો આત્મવિશ્વાસ વધ્યો છે, જ્યારે ભારત માટે ટોપ ઓર્ડરની સ્થિરતા સુધારવાની જરૂર સ્પષ્ટ થઈ ગઈ છે, ખાસ કરીને T20 વર્લ્ડકપ 2026 માટે તૈયારીમાં.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






